અસહિષ્ણુતા મુદ્દે સંસદમાં હોબાળો થશે તો સરકાર પડ લડી લેશે : નાયડૂ

નવી દિલ્હી : સંસદનાં શિયાળુ સત્રની ગુરૂવારથી શરૂઆત થઇ રહી છે. આ સત્રમાં અસહિષ્ણુતાનો મુદ્દે છવાયેલો રહે તેવી શક્યતાઓ છે. સરકારે જો કે બુધવારે સર્વદળીય બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષ જો તેમને અસહિષ્ણુતાનાં મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે તો તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ પર બુધવારે સાંજે સંસદનાં શિતકાલીન સત્રની રણનીતિ બનાવવા માટે એનડીએનાં નેતાઓની બેઠક યોજાય હતી. સુત્રો અનુસાર બેઠકમાં સરકારે અસહિષ્ણુતા મુદ્દે લડી લેવાનો નિર્ણય લીધો છે. અસહિષ્ણુતાનાં મુદ્દે સરકાર બેકફુટ પર નહી રહે.
કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ બેઠક પુરી થયા બાદ તેની જાહેરાત પણ કરી હતી. નાયડૂએ કહ્યું કે, જો વિપક્ષ અસહિષ્ણુતાનો જ મુદ્દો ચગાવ્યા કરસે તો અમે પણ આ મુદ્દે ચર્ચા કરાવવામાં પાછા નહી પડીએ. નાયડૂએ કહ્યું કે સરકાર પાસે છુપાવવા માટે કાંઇ પણ નથી. માટે સરકાર આ મુદ્દે જરા પણ પાછી પાની નહી કરે. છેક સુધી વિપક્ષ સામે લડી લેવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદનને અર્થપુર્ણ અને રચનાત્મક રીતે ચાલવા દેવાની અપીલ કરી છે. જો કે વિપક્ષ અસહિષ્ણુતાનાં મુદ્દે પ્રસ્તાવ લાવે તેવી શક્યતાઓ છે. જીએસટી જેવા ઘણા મહત્વપુર્ણ સુધાર વિધેયકને પસાર કરાવવા માટે સત્રનું વ્યવસ્થિત ચાલે તે સરકાર માટે ખુબ જ મહત્વનું છે. સત્ર શાંતિપુર્વક ચાલે તે માટે કુલબર્ગી અને દાદરી કાંડ મુદ્દે પહેલીવાર સરકારે પોતાનું મોઢુ ખોલ્યું હતું. સરકારે કહ્યું કે બંન્ને દુર્ઘટનાંઓ ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે, આવી ઘટનાઓને સરકારે ક્યારે પણ સમર્થન નથી આપતી.
બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે અસહિષ્ણુતાની વિરુદ્ધ લેખકો, કલાકારો અને ફિલ્મકારો દ્વારા પોતાનાં પુરસ્કાર પરત આપવામાં આવી રહ્યા છે. અમિર ખાન અને એ.આર રહેમાન જેવા દિગ્ગજો દ્વારા પણ વ્યક્ત કરાયેલી ચિંતાને હળવાશથી લેવામાં ન આવવી જોઇએ.સરકાર તરફથી બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડૂએ વિપક્ષને આશ્વસ્ત કર્યો કે, સરકાર તથાકથિત અસહિષ્ણુતા સહિતનાં તમામ વિષયો પર ચર્ચા માટે તૈયાર છે. જ્યારે તે તમામ સમસ્યાઓ રાજ્ય સરકાર હેઠળ આવે છે. તેમ છતા પણ અમે ચર્ચા માટે તૈયાર છીએ, અને સરકાર ક્યારે પણ આવી ઘટનાઓનું સમર્થન પણ નથી કરતી.

You might also like