અમે ફતવા પર જીવતા નથી, JNUમાં સત્ય બહાર આવશેઃ ભૈયાજી જોશી

નવી દિલ્હી: જેએનયુ વિવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) સરકાર્યવાહક સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે જ્યાં દેશ િવરોધી પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યાં કડક હાથે તેને રોકવી જ જોઈએ. યુનિવર્સિટી વહીવટી તંત્રએ પણ તેની ચિંતા કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે હિંદુ મરવા માટે નહીં પણ જીવવા માટે આવ્યા છે.અમે ફતવા કે કમાન્ડ પર નથી જીવતા, પરંતુ આદર્શો પર જીવન જીવીએ છીએ.

સુરેશ ભૈયાજી જોષીએ વધુમાં જણાવ્યું હતું કે જેએનયુ પ્રકરણ હાલ ન્યાયાધીન છે. સત્ય ચોક્કસ બહાર આવશે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં આ પ્રકારની પ્રવૃત્તિને ફુલવા ફાલવા દેવાય નહીં. શિક્ષણનું કેન્દ્ર છે. સારુ શિક્ષણ સમગ્ર દેશ ટીવી પર બધું જોઈ રહ્યો છે.

રાહુલ ગાંધી અંગેના એક પ્રશ્નના જવાબમાં સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે આરએસએસ પોતાની વિચારધારા લાદી રહી છે. તેમની પાસે નિશાન તાકવા માટે આરએસએસ સિવાય બીજું કોઈ નથી. ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે દેશમાં આજે સુર અસુરોની લડાઈ ચાલી રહી છે. જેમાં જીત અમારી જ થશે.

You might also like