જીતે તેવા 20 મુસ્લિમ કાર્યકર્તા પણ મળ્યા હોત તો ટીકીટ આપત : શાહનવાઝ

અલાહાબાદ : યૂપીમાં મુસ્લિમોને ટીકીટ નહી આપવાનાં મુદ્દે ધેરાયેલી ભાજપનો બચાવ કરતા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈને કહ્યું કે પાર્ટી તમામ ધર્મોનો આદર કરે છે. ટીકીટ આપે કે નહી, તેમાં કોઇ ફરક નથી. આમ પણ જો અમને જીતી શકે તેવા 20 મુસ્લિમ કાર્યકર્તાઓ પણ મળ્યા હોત તો અમે વિચાર કર્યા હોત.અમારી નજર અને વલણ બંન્ને યોગ્ય છે. અમે ધાર્મિક ચશ્માથી લોકોને નથી જોતા

અલાહાબાદમાં સિટી વેસ્ટ સીટથી ચૂંટણી લડી રહેલા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહા સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા શાહનવાઝે કહ્યું કે અમારી પાર્ટી નાનકડી કીડીથી માંડીને પહાડ સુધીનાં તમામ લોકોની ચિંતા કરે છે. અમારા ચૂંટણી ઢંઢેરામાં ત્રિપલ તલાકનાં મુદ્દે પણ પંચ બનાવવાની વાત કરવામાં આવે છે કારણ કે અમે ધાર્મિક આધારે કોઇની સાથે ભેદભાવ નથી કરતા.

સપા અને કોંગ્રેસના ગઠબંધનના સંગમ વાળા રાહુલનાં નિવેદન પર તિખો હૂમલો કરતા શાહનવાઝે કહ્યું કે સંગમ તો છે પરંતુ ભ્રષ્ટાચાર અને અપરાધનો. જે પ્રદેશનાં લોકો સારી રીતે જાણે છે. યુપીમાં ભાજપનુ તોફાન આવશે. જેમાં દરેક પક્ષો ઉડી જશે.

You might also like