ચીન અમેરિકાનો રેપ કરી રહ્યો છે, હવે બહુ થઇ ગયું: ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના સૌથી મજબૂત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપએ ફરી એક વાર ચીન ઉપર આરોપ કર્યો છે. તેઓ રવિવારે ચીનની સાથે અમેરિકાના વેપાર ખોટની તુલના કરતાં આરોપ લગાવ્યા હતાં. તેઓએ કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ બનશે તો ચીનને એક તરીકાથી હેન્ડલ કરશે. ટ્રંપએ કહ્યું કે ચીન અમેરિકાનો રેપ કરવાનું લાંબો સમય સુધી ચાલુ રાખી શકશે નહીં.

ટ્રંપએ ચીન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,’ચીનને વારંવાર અમેરિકાનો રેપ કરવાની અનુમતિ આપી શકીએ નહીં. તે આપણી સાથે શું કરી રહ્યા છે.’ ‘ટ્રંપએ આ વાત રવિવારે ઇન્ડિયાનામાં એક રેલીને સંબધિત કરતાં કહ્યું હતું.’ રિપબ્લિક ડોનલ્ડ ટ્રંપ ચીનને સતત ટાર્ગેટ કરી રહ્યા હતાં. તેમનું કહેવું છે કે ચીન પોતાની કરન્સીમાં ચાલાકી સાથે હેરફેર કરે છે કરાણ કે ગ્લોબલ માર્કેટ નિર્યાતના મોરચા પર સૌથી આગળ રહે. ટ્રંપએ કહ્યું કે ટીન અમેરિકા ટ્રેડની હત્યા કરી રહ્યું છે.

2016ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રંપએ પહેલી વખત ચીન માટે રેપ શબ્દનો ઉફયોગ કર્યો હતો. તે અમેરિકાના ટ્રેડ પર ચીનના ભારે પડવાથી ઘણા નારાજ છે. ટ્રંપએ કહ્યું કે,’આપણે બધા ચારે બાજુથી પછડાઇ રહ્યા છીએ પરંતુ આપણી પાસે કાર્ડસ છે, તેને ભૂલવું જોઇએ નહીં.’ આપણી પાસે ચીનથી વધારે તાકાત છે. તેઓએ કહ્યું કે ચીન અને અમેરિકાનો સંબંધ રેપ કરનાર અને રેપ પીડિતા જેવો છે. તેમના ગુસ્સા પર કંટ્રોલ કરતાં કહ્યું કે,’હું ચીનને લઇને ગુસ્સામાં નથી પરંતુ અમેરિકાના નેતાઓએ પોતાનું સમર્થ્ય ગુમાવી દીધું છે.’

ટ્રંપએ ચીન માટે આ શબ્દનો ઉપયોગ ત્યારે કર્યો છે જ્યારે તે ડેમોક્રેટિક પાર્ટીની ટોપ ઉમેદવાર હિલરી ક્લિંટન પર ‘સેક્સિસ્ટ’ હુમલાને લઇને તે ખાબ રીતે ચારે બાજુથી ઘેરાયેલા છે. આ વચ્ચે ટ્રંપએ પતાનો સમર્થનમાં બોક્સર માઇક ટાઇસનને પણ ઉતાર્યો. નોંધનીય છે કે ટાઇસનને રેપની બાબતે દોષિત માનવમાં આવ્યો છે. ટ્રંપએ કહ્યું કે પૂર્વ વિદેશ મંત્રી ક્લિંટન ‘મહિલા કાર્ડ’નો ઉપયોગ કરી રહી છે. તેઓનું કહેવું છે કે હિલરી પોતાની જાતને મહિલા હોવાનો ઉપયોગ વોટ બેંક બનાવવા કરી રહી છે. ટ્રંપના પ્રમાણે જો તે મહિલા ના હોત તો તેને કોઇ પૂછે નહીં.

You might also like