કોંગ્રેસ સુધરવાનાં બદલે હજી પણ ભ્રષ્ટાચારીઓની ભાષા બોલી રહી છે : પ્રસાદ

નવી દિલ્હી : ગુરૂવારે ભાજપે કહ્યું કે કોંગ્રેસ દ્વારા લગાવાઇ રહેલા અયોગ્ય આરોપોની વિરુદ્ધ ભાજપ કાયદેસર કાર્યવાહી અંગે વિચારી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તેનો જવાબ આપી રહ્યા હતા જેમાં કોંગ્રેસનાં પ્રવક્તા રણદિપ સુરજેવાલ ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લઇને લખનઉ ભાજપ ઓફીસમાં 3 કરોડ રૂપિયા રોકડા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રસાદે વળતો હૂમલો કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પોતે જ ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટ લોકોનો સંરક્ષણ પક્ષ છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રસાદે કહ્યું કે ,પુરાવા હોય તો વાત કરો. અયોગ્ય આરોપ લગાવવાથી અમે કાયદેસર કાર્યવાહી કરીશું. રોજ ખોટા આરોપો લગાવાઇ રહ્યા છે છે પરંતુ અમે વિચલિત નથી થવાનાં. કોંગ્રેસ સમગ્ર દેશમાં ચૂંટણીઓ હારી રહી છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આટલી હાર છતા પણ કોંગ્રેસ સુધરવાનાં બદલે ભ્રષ્ટાચારીઓની જ ભાષા બોલી રહી છે. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમિત શાહનો મહેશ શાહ સાથે કોઇ વ્યાપારીક કે કોઇ પણ રીતે સંબંધ નથી. પ્રસાદે કહ્યું કે દેશભરમાં કાળાનાણાની વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી ચાલુ જ રહેશે. જ્યાંથી પણ ફરિયાદો આવી રહી છે તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. ભાજપનાં લોકો પર પણ કાર્યવાહી થઇ રહી છે.

You might also like