વર્ષાંત સુધીમાં ભારત NSGનો સભ્યદેશ હશે : સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કેન્દ્ર સરકારને બે વર્ષ પુરા થવા અંગે કહ્યું કે ટુંક જ સમયમાં ભારત એનએસજીનું સભ્ય બની જશે. તેનાં માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એક પત્રકાર પરિષદ સંબોધિત કરતા કહ્યું કે આશા છે કે એનએસજીનું સભ્યપદ ટુંકમાં જ મળશે. આનો વિરોધ ચીન કરી રહ્યું છે પરંતુ અમે લોકો તેને પણ મનાવી લઇશું. ચીન એએસજી સભ્યપદનાં મુદ્દે ભારતનો વિરોધ કરી રહ્યું પરંતુ તે એક પ્રક્રિયાનો આગ્રહ કરી રહ્યું છે.

સ્વરાજે કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ભારત વર્ષાં અંત સુધીમાં એનએસજીનું સભ્યબની જાય. અમેરિકા સાથે સંબંધો સારા થયા છે પરંતુ અમે જુના મિત્રોને નથી ભુલાવ્યા. રશિયા અને ચીનની સાથે આપણી એવી જ મિત્રતા છે. તેમણે કહ્યું કે અમેરિકા જ્યારે ભારતની વિરુદ્ધ જાય છે ત્યારે અમે પણ અમેરિકાની વિરુદ્ધ જઇએ છીએ. પાકિસ્તાનનાં મુદ્દે પુછાયલા સવાલ અંગે સુષ્માએ કહ્યું કે આ મુદ્દાને ઉકેલતા પહેલા સંબંધો બનાવવા જરૂરી છે.

સુષ્માએ કહ્યું કે સંબંધ બનાવવાનો અર્થ તે નથી કે આપણી સતર્કતામાં ઉણપ આવે. આપણે સતર્ક રહેવું પડશે પરંતુ આ મુદ્દાને ઉકેલવા માટે સંબંધો બાંધવા પણ જરૂરી છે. પાકિસ્તાન સાથે સંબંધાં મુદ્દે આપણે ત્રણ સુત્રીય નીતી બનાવી છે. અને અમે તેનાં ઉપર જ કામ કરી રહ્યા છીએ. પહેલા મુદ્દો દરેક બાબત ચર્ચાથી ઉકેલ લાવો. દરેક મંત્રાણાં બે પક્ષકાર હશે. ત્રીજો આતંકવાદ અને ચર્ચા બંન્ને સાથે સાથે નહી થાય. ભારત પાકિસ્તાનની વચ્ચે વિદેશ સચિવ સ્તરની ચર્ચા રદ્દ નથી થઇ. અમે પઠાણકોટ હૂમલા અંગે પાકિસ્તાનની તરફથી કડક કાર્યવાહીની રાહ જોઇ રહ્યા છીએ. પાડોશી દેશો સાથે આપણા સંબંધો સારા રહ્યા છે.

You might also like