સીવાન પત્રકાર હત્યા કેસમાં સરકાર CBI તપાસ માટે તૈયાર : નીતીશ

નવી દિલ્હી : સીવાનમાં પત્રકાર રાજદેવ રંજનની હત્યા મુદ્દે બિહાર સરકારે સીબીઆઇ તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે આ વાતની જાણકારી આપતા કહ્યું કે આ જાહેરાત સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે પત્રકારનો પરિવાર સતત આ મુદ્દે સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યો છે. એવામાં સરકારે નિર્ણય લીધો છે કે તપાસ સીબીઆઇને સોંપવામાં આવશે. જેથી દોષીતોનો અસલી ચહેરો સામે આવે.

મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે જો કોઇ પત્રકાર પર હૂમલો થાય છે તો અમે તેને સરકાર પર હૂમલો ગણીએ છીએ.મને પોલીસ પર ભરોસો છે. જે લોકો રાજ્યને જંગલરાજ થવાની ફરિયાદ કરે છે તે લોકો હારેલા છે. તેઓ પોતાની હારને પચાવી નથી શકતા તેનાં કારણે કામ કરી રહેલા લોકો પર કીચડ ઉછાળવાનાં પ્રયાસો કરી રહ્યા છે.

નીતીશે કહ્યું કે પત્રકાર રાજદેવ રંજનની હત્યાનો મુદ્દે સીબીઆઇને સોંપવા માટે સરકાર તૈયાર છે. તેની જાહેરાત સાંજે કરવામાં આવશે. સીબીઆઇ તપાસથી પત્રકારનાં પરિવારને પણ વિશ્વાસ થશે. સાથે સાથે જંગલરાજની બુમો પાડનારા લોકોને પણ કોઇ ભેદભાવની આશંકાનહી રહે. ઉપરાંત જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમનો ચહેરો પણ સામે આવશે.

You might also like