અરૂણાચલમાં રાજકારણ ચરમસીમાએ : પુલે કહ્યું મારી પાસે બહુમતી

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશણાં 15 ડિસેમ્બર 2015ની યથાસ્થિતી જાળવી રાખવાનાં સુપ્રીમનાં ચુકાદા બાદ કોંગ્રેસનાં બળવાખોર નેતા કલિખો પુલ દિલ્હી પહોંચવાનાં છે. તેમણે કહ્યું કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ હાલ કોર્ટનાં ચુકાદા અંગે કાયદાકીય મંતવ્ય મેળવી રહ્યા છે. અગાઉ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ ગુવાહાટીમાં બળવાખોર કોંગ્રેસી નેતા કલિખો પુલે દાવો કર્યો કે કાયદેસર રીતે તેઓ જ મુખ્યમંત્રી છે અને પદ પર યથાવત્ત રહેશે.

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલનાં 15 ડિસેમ્બર, 2015 બાદનાં તમામ આદેશોને રદ્દ કરવાનો આદેશ આફ્યો છે. પુલે તે પણ દાવો કર્યો છે કે વિધાનસભામાં તેમની પાસે બહુમતી છે અને જ્યારે પણ જરૂર પડશે તે સાબિત કરશે. પુલે કહ્યું કે તેને 30 અન્ય ધારાસભ્યોનું પણ સમર્થન પ્રાપ્ત છે. પુલે પત્રકાર પરિષદમાં પોતાની સાથે બેઠેલા ધારાસભ્યોની તરફ ઇશારો કરતા કહ્યું કે કાયદેસર રીતે હું અહીંનો મુખ્યમંત્રી છું અને અને અહીં મારૂ જ મંત્રીમંડળ છે.

ગુરૂવારે જ અગાઉનાં કોંગ્રેસી નેતા અને સત્તામાંથી હટાવાયેલા મુખ્યમંત્રી નાબામ તુકીએ કહ્યું કે તેઓ ટુંકમાં જ ઇટાનગર પહોંચશે અને પોતાની મંત્રીપરીષદની બેઠક બોલાવશે. તેમણે ટ્વિટ કર્યું કે આજે (ગુરૂવારે) ઇટાનગર જઇ રહ્યો છું. ત્યાં હું મંત્રીપરિષદ અને કોંગ્રેસ ધારાસભ્યોનાં દળની બેઠક બોલાવીશ.

તુકીએ બુધવારે અરૂણાચલનાં રાજ્યપાલ તથાગત રોયને પત્ર મોકલ્યો હતો જેમાં તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટનાં 15 ડિસેમ્બર 2015ની પુર્વની સ્થિયી યથાવત્ત રાખવાનાં આદેશ અનુસાર મુખ્યમંત્રી પદનો કાર્યભાર ગ્રહણ કરી રહ્યા છે. તુકીએ ટ્વિટ કર્યું કે સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન કરતા મે અરૂણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી પદનો પદભાર ગ્રહણ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે 60 સભ્યોની અરૂણાચલ વિધાનસભામાં ભાજપનાં 11 ધારાસભ્યો છે જે પુલનું સમર્થન કરી રહ્યા છે.

You might also like