વર્લ્ડ કપમાં હંમેશા જીત મળે તે જરૂરી નથી હારની પણ તૈયારી રાખવી જોઇએ : ધોની

કોલકાતા : પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડમાં ભારતીય ટીમે જીત મેળવી આઇસીસી વર્લ્ડ કપમાં તેની સામે નહી હારવાનો રિવાજ યથાવત્ત રાખ્યો છે. હવે પાકિસ્તાનનાં પ્રશંસકોનાં મનમાં પણ ગ્રંથી થઇ ગઇ છે કે ભારત સામે યુદ્ધ હોય કે મેચ જીતવું અશક્ય છે. જો કે ભારત ટીમનાં કેપ્ટન એમએસ ધોનીએ જણાવ્યું કે ભારતીય ટીમ ફીટ છે તે હંમેશા પાકિસ્તાન સામે જીતતી આવી છે. જો કે લોકોએ માનસિક રીતે હારની તૈયારી પણ રાખવી જોઇએ. એવું નથી કે દર વખતે ભારતની જ જીત થાય. કોઇ વખત પાકિસ્તાન પણ જીતે રમત છે તેમાં ગમે તે થઇ શકે છે. ક્યારેક તો પાકિસ્તાન સામે હારશું દર વખતે જીત મળવી શક્ય નથી.

ધોનીએ કહ્યું કે પાકિસ્તાન સામે બધા જ વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ છે. તેનાં કારણે અમારા ઉપર પણ ખુબ જ દબાણ હોય છે. મેચમાં એક ટીમ જીતે છે જ્યારે બીજી હારે છે. જો કે પાકિસ્તાન હંમેશા હારતું જ રહેશે તેવું નથી. દર વખતે ભારત જીતતું રહે તેવું પણ નથી. રમતમાં હાર જીત તો ચાલ્યા કરે છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો સતત 11મો વિજય થયો છે. 6 જીત વનડે વર્લ્ડ કપમાં અને 5 જીત ટી-20 વર્લ્ડ કપમાં ભારતે મેળવી છે. 11માંથી 7 મેચમાં કેપ્ટન તરીકે ધોની રહ્યો છે.

ભારતની જીતમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગ ઉપરાંત ઘણા પરિબળોએ ભાગ ભજવ્યો હતો. જેમાં બોલરોનું સંતુલીત પ્રદર્શન ઉપરાંત હાર્દિક પંડ્યાનો અફલાતુન કેચ અને વિરાટ તથા યુવરાજ વચ્ચે 61 રનની ભાગીદારી ઉપરાંત પહેલા બોલિંગનો નિર્ણય સહિતનાં ઘણા કારણો જવાબદાર છે. અત્રે નોંધનીય છે કે વિરાટ કોહલીએ 37 બોલમાં 55 રન ફટકાર્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.

You might also like