પગાર આવી ગયો પણ નથી મળતી રોકડ? તો આવી રીતે કરો લેણદેણ

આજે પગાર આવવાનો છે પરંતુ લોકો આ વાતને વિચારીને મુશ્કેલીમાં છે કે પૈસા નિકાળાશે કેવી રીતે. નોટબંધીની જાહેરાતને 3 અઠવાડિયાથી વધારે સમય થઇ ગયો છે પરંતુ બેંકો અને એટીએમમાં હજુ પણ એટલી જ લાઇનો જોવા મળી રહી છે. પરંતુ તમારે હેરાન પરેશાન થવાની કોઇ જરૂર નથી તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે રોકડ નિકાળ્યા વગર તમે લેણદેણના બીજી રીતથી તમારી રોજિંદી જરૂરિયાતોને પૂરી કરી શકો છો.

1. કેપે ડોટ કોમ
કોટક મહિન્દ્રા બેંકની આ વેબસાઇટ 30 બેંકોના ગ્રાહકોને અંદરોદર પૈસા લેવડ દેવડની સુવિધા આપે છે. યૂઝર ઇચ્છે તો કોઇ પણ હોટલમાં જમવાનું જમતી વખતે, સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવો અથવા બીજી રોજિંદી ચીજવસ્તુઓ ખરીદવા માટે તમે kaypay.comનો ઉપયોગ કરી શકો છો.

આ વેબસાઇટ પર સૌથી પહેલા બેંક ખાતાથી જોડાયેલું નામ, મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ નાંખીને પોતાનું અકાઉન્ટ ઓપન કરાવો. અહીં તમને ફોન નંબર, ઇમેલ અને ફેસબુક ગૂગલ અકાઉન્ટ લખેલું જોવા મળશે. પસંદગીના વિકલ્પ પર ક્લિક કરીને એ વ્યક્તિનો મોબાઇલ નંબર નાંખો અથવા ફેસબુક અકાઉન્ટ પસંદ કરો, જેને પૈસા મોકલવા ઇચ્છો છો. ત્યારબાદ kaypay.com તમને સંબંધિત વ્યક્તિને મોકલનારી રોકડ રકમ અને પોતાનું બેંક અકાઉન્ટ નાંખવા માટે કહેશે.

2. ચિલ્લર
આ એપ્લીકેશન એચડીએફસી બેંક અને બેંક ઓફ બરોડા સહિત આઠ બેંકોથી એસએમએસ દ્વારા પૈસા મોકલવાની સગવડ આપે છે. જો આ એપ્લાકેસન બંને પક્ષોમાં હોય તો યૂઝર માટે સામે વાળાનું બેન્ક અકાઉન્ટ નંબર જાણવો પણ જરૂરી છે. ચિલ્લર પર અકાઉન્ટ બનાવવા માટે યૂઝર્સે ફક્ત નામ અને મોબાઇલ નંબર નાંખવો પડશે.

3. પોકેટ્સ
આઇસીઆઇસીઆઇ બેંકની આ એપ્લીકેશન યૂપીઆઇ સિસ્ટમ પર આધારિત છે. એના દ્વારા બેંક અકાઉન્ટની જાણકારી વગર એક બીજાને પૈસા મોકલી શકો છો અને પ્રાપ્ત કરી શકો છો. પોકેટ્સથી મોબાઇલ ફોન, ડીટીએચ રિચાર્જ અને વીજળી બિલની ચુકવણીને લઇને ફિલ્મની ટિકીટ અને ગિફ્ટ પણ ખરીદી શકાય છે.

4. પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરો
પ્લાસ્ટિક મની એટલે કે કાર્ડથી પૈસા ખર્ચ કરવા. આ વખતે ત્રણ પ્રકારના કાર્ડ ઉપલબ્ધ છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રી પેડ કાર્ડ. એની મદદથી તમે ઘણા પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

દરેક બેંકો આજકાલ બેંક ખાતા સાથે ડેબિટ કાર્ડ રજૂ કરે છે. તમે બેંકો અને આરબીઆઇથી અપ્રૂવ અન્ય સંસ્થાઓના ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છે. આ ઉપરાંત બેંક અને અન્ય સંસ્થઆ પહેલાથી આપેલી વેલ્યૂના બદલામાં પ્રી પેડ કાર્ડ પણ બહાર પાડ્યા છે. તમે આ પ્રી પેડ કાર્ડની મદદથી એટીએમમાંથી પૈસા પણ નિકાળી શકશો. દુકાન અને શોરૂમમાં જઇને સ્લાઇપ મશીનના દ્વારા પૈસા નિકાળી શકો છો.

5. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર
જો તમારે કોઇને પૈસા મોકલવાના હોય તો તમે ઇલેક્ટ્રોનિક પૈસાને ટ્રાન્સફર કરી શકો છો. ઓનલાઇન પૈસા ટ્રાન્સફર ત્રણ રીતે થઇ શકે છે. NEFT, RTGS અને IMPS.

NEFT એટેલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડસ ટ્રાન્સફર, RTGS એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ અને IMPS એટલે કે ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ. આ ત્રણે બેંક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલી શકો છો.

NEFTમાં પૈસા ત્યારે જ ટ્રાન્સફર થાય છે, જ્યારે બેંક વર્કિગ અવર્સ હોય. એમાં પૈસા મોકલવાની કોઇ લિમીટ નથી. તો RTGS મોટી રકમના ટ્રાન્ઝએક્શન માટે ઉપયોગમાં લેવાય છે. એમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા મોકલી શકાય છે. IMPSમાં પૈસા તરત જ ટ્રાન્સફર થઇ જાય છે અને આ સર્વિસ 24 કલાક સાત કલાક કામ કરે છે. IMPSમાં વધારે 2 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્સફ કરી શકાય છે.

આ ત્રણેય સર્વિસના બદલે કેટલોક ચાર્જ ચૂકવવો પડશે. જે દરેક બેંકના હિસાબથી અલગ હોય છે. NEFTની રકમ 5 રૂપિયાથી લઇને 25 રૂપિયા સુધીનો ચાર્જ હોય છે. RTGSમાં 30 રૂપિયાથી લઇને 55 રૂપિયા અને IMPSમાં સામાન્ય રીતે 5 રૂપિયાથી 15 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે.

6. ઇવોલેટસ
ઇવોલેટસ પણ આજકાલ પોપ્યુલર થઇ રહ્યા છે. પ્રાઇવેટ કંપનીઓના વોલેટસ ઉપરાંત ઘણા બધી બેંકોએ પોતાના ઇવોલેટ્સ અથવા ડિજીટલ વોલેટ્સ લોન્ચ કર્યા છે. આ વોલેટ્સમાં પહેલાથી પૈસા લોડ કરી દેવામાં આવે છે. ત્રણ પ્રકારના ઇવોલેટસ ઉફલબ્ધ છે. ક્લોઝ્ડ, સેમી ક્લોઝડ અને ઓપન.

ક્લોઝડ વોલેટને રજૂ કરનાર કંપની પ્રોડક્ટ્સ અને સર્વિસ માટે જ પેમન્ટ કરી શકાય છે. ઓલા મની અને ફ્રીચાર્જ ક્રેડિટ એનું ઉદાહરણ છે.

સેમી ક્લોઝ્ડ વોલેટ દ્વારા ચીજો અને સર્વિસ ખાદવાની સાથે સાથે કોઇક જગ્યાએ ફાઇનાશિયલ સર્વિસ પણ લઇ શકાય છે. જેમ કે પેટીએમ એક સેમીક્લોઝડ વોલેટ છે.

ઓપન વોલેટ ફક્ત બેંક જ રજૂ કરે છે. એમાં ગુડ્સ અને સર્વિસતો ખરીદી જ શકાય છે, આ ઉપરાંત એ મર્ચન્ટ લોકેશન્સ અને પોઇન્ટ ઓફ સેલ્સ પર પણ પેમેન્ટ કરી શકાય છે. આ વોલેટસમાં નેટબેકિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની રકમ લોડ કરી શકાય છે. એની મદદથી તમે મોબાઇલ રીચાર્જ, મૂવી ટિકીટ, કેબ અને બીજી કેટલીક સર્વિસ પેમેન્ટ કરી શકો છો.

7. UPI
આ વર્ષની 19 ઓગસ્ટથી બેંકોએ યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમ શરૂ કરી છે. UPIને નેશનલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ લોન્ચ કર્યું છે. એમાં મોબાઇલ પર બેંક અકાઇન્ટ દ્વારા વન ક્લિક, ટૂ ફેક્ટર ઓથેટિકેશન બાદ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ સિસ્ટમ IMPS પ્લેટફોર્મ પર રન કરે છે, એનો મતલબ એમ થયો કે ટ્રાન્સફર તરત થઇ શકે છે.

એના માટે તમારે તમારા ફોનમાં uPI વાળી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. તમારી પાસે બેંક અકાઉન્ટ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પણ હોવો જોઇએ. મોટાભાગની બેંકોએ પોતાની મોબાઇલ એપમાં જ UPIનો વિકલ્પ આપેલો છે.

You might also like