મોદીનું મીણનું પૂતળું તૈયાર,પીએમએ કહ્યું- બ્રહ્મા જેવા છે બનાવનાર કલાકાર

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મીણના પૂતળાને તુસાદ મ્યુઝિયમમાં મુકવા માટે તૈયારી કરી લીધી છે. આ અઠવાડિયે લંડન સ્થિત મ્યુઝિયમમાંથી પુતળાને નવી દિલ્હી લાવીને પીએમ મોદીને બતાવવામાં આવ્યું હતું. 28 એપ્રિલના રોજ સામાન્ય દર્શકો આ પૂતળાને લંડનના બાકર સ્ટ્રીટ સ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોઇ શકશે.

પીએમ મોદીએ સોમવારે પોતાના મીણના પૂતળાને જોયા બાદ આ પૂતળું બનાવનાર ટીમની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે પૂતળાને બનાવનાર કલાકાર પરમપિતા બ્રહ્માની માફક છે. તેમણે કહ્યું કે હું ભારતના પ્રધાનસેવકને સામે જોઇ રહ્યો છું. આ પૂતળું મેડમ તુસાદના સિંગાપુર, હોંગકોંગ અને બેંકોંગ શાખાઓમાં પણ લગાવવામાં આવશે.

મીણના પૂતળામાં પીએમ મોદી પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં છે. ક્રીમ કલરનો કુર્તો અને જેકેટ પહેરી પીએમ મોદી ઉભા રહીને નમસ્તે કરી રહ્યાં છે. મોદીએ આ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન નિવાસસ્થાન પર સંગ્રહાલયના કલાકારોની ટુકડી અને વિશેષજ્ઞોને તેને બનાવવા માટે અવલોકનનો સમય આપ્યો હતો. કલાકારોએ ચાર મહિનામાં એક લાખ પચાસ હજાર પાઉન્ડના ખર્ચે આ પૂતળાને તૈયાર કર્યું છે.

Vedio: મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મુકાશે મોદીનું મીણનું પૂતળું

મેડમ તુસાદ મ્યુઝિયમે મોદીને દુનિયાની રાજકીય હસ્તીઓમાંથી એક ગણાવી હતી. મ્યુઝિયમમાં પીએમ મોદીના પૂતળાને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બ્રિટનના પીએમ ડેવિડ કેમરૂન, જર્મનના ચાંસલર એજેંલા માર્કેલ અને ફ્રાંસિસ ઓલાંદે જેવા દિગ્ગજોના પૂતળા વચ્ચે સામેલ કરવામાં આવશે. અહી વિંસ્ટન ચર્ચિલ અને મહાત્મા ગાંધીના પૂતળા લાગેલા છે.

મેડમ તુસાદમાં અત્યાર સુધી જે ભારતીય હસ્તીઓના મીણના પૂતળા લગાવ્યા છે. તેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક રોશન, ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, કરીના કપૂર, માધુરી દીક્ષિત, કેટરીના કૈફ અને સચીન તેંડુલકરનું નામ સામેલ છે. નવી દિલ્હીમાં આગામી વર્ષે ખુલનાર તેની બ્રાંચમાં અરવિંદ કેજરીવાલના પૂતળાને પણ સામેલ કરવામાં આવશે.

You might also like