આ વોટરપ્રુફ હેડફોન્સથી પાણીમાં પણ સાંભળી શકાશે ગીત

આ હેડફોન્સનો ઉપયો 3 મીટર નીચે પાણીમાં પણ કરી શકાશે. આ હેડફોન્સમાં તમને 8 જીબી સુધીની સ્ટોરેજ પણ મળે છે. જ્યારે તેમાં આવેલી બેટરી તમને 10 કલાક સુધીનો બેકઅપ આપે છે. આ છે વોટરપ્રુફ હેડફોન્સના નામ અને ફિચર્સ.

Finis Duo ડિવાઇસને IPX8 રેટિંગ આપવામાં આવ્યું છે. એટલે કે તેના પર પાણીની કોઇ અસર થતી નથી. તેનો 3 મીટર ઉંડા પાણીમાં પણ ઉપયોગ કરી શકો છો. આ ડિવાઇસને તમે સ્વીમીંગ કરતા સમયે પણ પહેરી શકો છો. પાણીની અંદર પણ તમને આ ઇયરપોનથી શાનદાર મ્યૂઝિક ક્વોલિટી મળે છે. જેમાં લિથિયમ ઓયમ બેટરી લાગેલી છે જે 7 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે. જેમાં 4 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. ડિવાઇસ MP3 અને WMA ફોર્મેટને સપોર્ટ કરે છે.

Exeze WMR એક વોટરપ્રુફ હેડફોન છે, જેને IPX8 રેટિંગ આપવામાં આવ્યું છે. જેમાં લિથિયમ પોલિમર ઓયન બેટરી લગાવામાં આવી છે, જે તમને 6 કલાક સુધીનો બેટરી બેક આપે છે. હેડફોનમાં 8 જીબી સુધીની સ્ટોરેજ છે. ડિવાઇસમાં 100થી વધારે ગીતો સ્ટોર કરી શકો છો. ડિવાઇસ MP3 અને WMA ફોર્મેટને સપોર્ટ કરે છે. આ હેડફોનમાં 3.5 એમએમ કનેકટર મળે છે.

i360 ડિવાઇસને પણ IPX8 રેટિંગ મળી છે. આ ત્રણ મીટર ઉંડા પાણીમાં પણ કામ કરી શકે છે. તેમાં લિથિયમ ઓયન બેટરી લાગેલ છે, જે 10 કલાક સુધી બેટરી બેકઅપ આપે છે. હેડફોનમાં સોન્ગને સ્ટોર કરવા માટે 4 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. ડિવાઇસ MP3 અને WMA ફોર્મેટ ને સપોર્ટ કરે છે.

You might also like