તરબૂચ કરી

સામગ્રી: એક કપ તરબૂચના ટુકડા, અડધો કપ નારિયેળનું છીણ, ત્રણ લીલાં મરચાં, અડધી ટીસ્પૂન રાઈ, એક કપ દહીં, એક ટીસ્પૂન ખાંડ, ચપટી હળદર, મીઠું સ્વાદાનુસાર

વઘાર માટેઃ બે ટીસ્પૂન તેલ, અડધી ટીસ્પૂન રાઈ, પા ટીસ્પૂન મેથીના દાણા, એક લાલ મરચું સૂકું,લીમડાનાં પાન

રીત: સૌપ્રથમ તરબૂચના ટુકડાને એક કપ પાણીમાં મીઠું અને હળદર નાખીને બરાબર પકવી લો. હવે નારિયેળ, લીલાં મરચાં, જીરું અને રાઈ નાખીને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટમાં ગોળ નાખો. હવે પેસ્ટને બાફેલા તરબૂચના શાકમાં નાખીને થોડી વાર માટે ગેસ પર ઉકળવા મૂકો. લગભગ બેથી ત્રણ મિનિટ સુધી કરીને ચઢવ્યા બાદ તેમાં દહીં નાખીને બરાબર મિક્સ કરી લો. સૌપ્રથમ તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મેથીનો વઘાર કરો. રાઈમાં લાલ મરચું નાખો. છેલ્લે લીમડાનાં પાન નાખીને આ વઘાર તૈયાર થયેલી કરીમાં નાખો. લગભગ બે મિનિટ સુધી ઉકાળ્યા બાદ ગેસ બંધ કરીને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like