પાણીજન્ય રોગચાળાનો એકશન પ્લાન પાંચ વર્ષ પાછળ!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર સોમવારે શહેરમાં ફેલાયેલા રોગચાળાના આંકડાઓને પ્રસિદ્ધ કરાય છે. હજુ ચોમાસું આઘું જ છે તેમ છતાં અમદાવાદ અત્યારથી જ રોગચાળાના ભરડામાં આવી ગયુ્ં છે. ઝાડા ઊલટી, કોલેરા, ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગચાળાના કેસમાં ગત વર્ષની તુલનામાં ર૦ ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ તંત્ર આજે પણ પાણીજન્ય રોગચાળાના એકશન પ્લાનના મામલે પાંચ વર્ષ પાછળ છે.

શહેરમાં અત્યારે મચ્છરજન્ય રોગચાળો અંકુશ હેઠળ છે એટલે કે સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસની સંખ્યામાં ખાસ ઉલ્લેખનીય વધારો થયો નથી, પરંતુ પાણીજન્ય રોગચાળો સામાન્ય હોય તેના કરતાં વધ્યો હોવાની કબુલાત ખુદ મ્યુનિ. સત્તાવાળાઓ કહી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા પાણીજન્ય રોગચાળા માટે ખાસ એકશન પ્લાન બનાવ્યો છે. જેમાં પાણીજન્ય રોગચાળાના હાઇરિસ્ક વિસ્તારો જાહેર કરાયા છે. તંત્ર દ્વારા પાણીજન્ય રોગચાળાની આંકડાકીય માહિતી અપાઇ છે.

જૂન ર૦૧૬ના અંતિમ દિવસોમાં પણ પાણીજન્ય રોગચાળાના હાઇરિસ્ક વિસ્તારો અને આંકડાકીય માહિતી જૂની પુરાણી જ છે. એટલે કે વર્ષ ર૦૧૧ સુધીની જ છે.

You might also like