તળબૂચ અને દહીંના ઉપયોગથી દૂર કરો સન ટેન

મોટાભાગે વધારે પડતો સમય તડકામાં રહેવાથી ચહેરા અને હાથ પગનો રંગ કાળો પડી જાય છે. સનટેનની સમસ્યા માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ આ સમસ્યાથી પરેશાન રહે છે. કેટલીક રીતો અપનાવીને સન ટેનની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તળબૂચનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એના ફેસ પેકને ચહેરા પર લગાવવાથી ગંદકી દૂર થાય છે.

– ચહેરા પરથી કાળાશ હટાવવા માટે તળબૂચના રસમાં થોડું દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી એને બરોબર મિક્સ કરી દો. જ્યારે પેસ્ટ તૈયાર થઇ જાય તો તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને 15 મિનીટ બાદ ધોઇ નાંખો.

– બ્યૂટી માટે મધ હંમેશા ફાયદાકારક છે. જો તમે પણ સનવ ટેનની સમસ્યાથી પરેશાન છો તો તળબૂચના રસમાં મધને બરોબર મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15-20 મિનીટ બાદ પાણીથી ધોઇ નાંખો. જો તમે તળબૂચ અને મધના આ ફેસ પેકનો ઉપયોગ સતત કરો છો તો થોડાક જ દિવસમાં તમને ફરક જોવા મળશે.

– દૂધના ઉપયોગથી તડકાની કાળાશને દૂર કરી શકાય છે. તળબૂચના રસમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હલ્કા હાથથી મસાજ કરો.

http://sambhaavnews.com/

You might also like