વર્ષ ૨૦૫૦ સુધીમાં પાણી પણ વિદેશમાંથી ખરીદીને પીવું પડશે

મુંબઈ: ભવિષ્યમાં પીવાનું પાણી વિદેશથી મંગાવવું પડે તો અચરજ ન અનુભવતા. ખૂબ જ ઝડપથી ગાયબ થઈ રહેલા ભૂમિગત જળની સ્થિતિ પર નજર કરીઅે તો ૨૦૫૦ સુધીમાં પ્રતિવ્યક્તિ માત્ર ૩,૧૨૦ લિટર પાણી જ બચશે. ૨૦૦૧ના અાંકડાઅો જોઈઅે તો અાજની તસવીર ખૂબ જ ગંભીર છે. દેશમાં પ્રતિવ્યક્તિ ભૂમિગત જળની ઉપલબ્ધિ ૫,૧૨૦ લિટર થઈ ગઈ છે. ૧૯૫૧માં તે ૧૪,૧૮૦ લિટર હતી.

૧૯૫૧ની ઉપલબ્ધતા હવે ૩૫ ટકા થઈ છે. ૧૯૯૧માં તે અડધા પર પહોંચી હતી. અનુમાન મુજબ ૨૦૨૫ સુધીમાં પ્રતિવ્યક્તિ પ્રતિદિનના હિસાબે ૧૯૫૧ની તુલનામાં માત્ર ૨૫ ટકા ભૂમિગત જળ જ બચશે.  કેન્દ્રીય ભૂજળ બોર્ડના અાંકડા મુજબ વર્ષ ૨૦૫૦ સુધીમાં અા ઉપલબ્ધતા ઘટીને માત્ર ૨૨ ટકા રહેશે. જમીનની અંદર જળના સ્રોતો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. તે અન્ય સમસ્યા તરફ પણ ઇશારો કરે છે. વરસાદનું પાણી તળાવ, કૂવાઅો અને જળાશયમાં જમા નહીં કરવાની સજાગતામાં ઘટાડો, હરિયાળી જમીન પ્રત્યે જાગૃતિમાં અભાવ અાની પાછળનાં મુખ્ય કારણ છે.

સીજીડબલ્યુવીઅે જમીનના પાણીને રિચાર્જ કરવાની એક કૃત્રિમ યોજના પણ બનાવી છે. અા માસ્ટર પ્લાન મુજબ ઝડપથી થઈ રહેલા વિકાસ અને ભૂમિગત જળના સ્રોતને અલગ અલગ વસ્તુઅોમાં સાચવવા તેમજ સિંચાઈયુક્ત ખેતી, અાર્થિક વિકાસ, શહેરી ભારતના જીવન સ્તરમાં ઘણો સુધારો અાવ્યો છે.

દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા લોકોની ૮૫ ટકાથી વધુ ઘરેલુ જરૂરિયાતો માટે ભૂમિગત જળ એકમાત્ર સ્રોત છે. શહેરી વિસ્તારોમાં ૫૦ ટકા પાણીની જરૂરિયાત ભૂમિગત જળથી પૂરી થાય છે. દેશમાં થનારી ખેતીમાં ૫૦ ટકા સિંચાઈનું માધ્યમ પણ તે જ છે. જમીનની અંદરનું પાણી ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. ખૂબ જ ઝડપથી વધતી વસ્તી અને તેની વધતી જરૂરિયાતોના કારણે અે દિવસ દૂર નથી જ્યારે પાણીનું સ્તર ઘટીને રહી જશે, જે એક દિવસમાં વ્યક્તિને જરૂર પડે છે.

You might also like