પાણીની તંગી-ગરમીએ શાળાઓનો સમય બદલ્યો

અમદાવાદ: જિલ્લા પંચાયત હસ્તકની અમદાવાદની ૮૩૭ શાળાઓ સહિતની રાજ્યની ૩પ૦૦થી વધુ પ્રાથમિક શાળાઓનો સમય આવતી કાલથી સવારનો થઇ જશે. ઉનાળાની ગરમી અને પાણીની તંગીના કારણે ૧પ દિવસ વહેલો શાળાનો સમય બદલાયો હોવાનું ઘણાં વર્ષો પછી અમલી બનાવાઇ રહ્યું છે.

આવતી કાલથી વિદ્યાર્થીઓ ૧૦-પ૦ થી પ-૧પના સમયના બદલે સવારે ૭-૩૦ થી ૧ર-૩૦ સુધી ભણશે. સામાન્ય રીતે ૧ એ‌િપ્રલથી ઉનાળુ વેકેશન સુધી શાળાનો સમય સવારનો કરવામાં આવે છે. આ વર્ષે જિલ્લા પ્રાથમિક સંઘની રજૂઆતના પગલે સરકારના શિક્ષણ  વિભાગે ૧પ દિવસ વહેલો નિર્ણય લીધો છે.  અમદાવાદ સહિતની રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના ભણવાનો સમય સવારના ૭-૩૦ થી ૧ર-૩૦ કરાયો છે.

You might also like