પાણીમાં શ્વાસ રૂંધાતાં મરવાનું કેન્સલ કરી બ્રિજનો પિલર પકડી લીધો

અમદાવાદ: અમદાવાદની મધ્યમાં વહેતી સાબરમતી નદીમાં દિન-પ્રતિદિન સુસાઈડના કિસ્સા વધતા રહે છે, જેથી સાબરમતી નદીને સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવા આવતા કેટલાકને બચાવી નથી શકાતા તો કેટલાકને બચાવી લેવાય છે ત્યારે એક ટ્રેજી-કોમિક કિસ્સો સામે આવ્યો છે. મંગળવારના સાંજના સમયે એક પુરુષ નદીમાં પડ્યા બાદ અચાનક જિંદગી પ્રત્યેનો પ્રેમ જાગી ઊઠતાં બ્રિજનાે પિલર પકડીને ચડી ગયા બાદ આખી રાત પિલર પર િવતાવી હતી. સવારના સમયે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા તેને પિલર પરથી બહાર
લવાયો હતો.

શહેરના માધુપુરા વિસ્તારમાં પોતાના પ‌િરવાર સાથે રહેતા અને પાણીપૂરીની લારી ધરાવતા ભુલાતીરામ બાઢમ (ઉ.વ. 48)એ મંગળવારે રાત્રે આશરે આઠ-નવ વાગ્યાના સમયે ગાંધી‌િબ્રજથી સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. પાણીમાં શ્વાસ રૂંધાતાં એકાએક ભુલાતીરામને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થયો અને જિંદગી માટે પ્રેમ જાગી ઊઠ્યો હતો અને તેમને વધુ જીવવાની ઈચ્છા થઈ, જેથી નદીમાં પડ્યા બાદ ભુલાતીરામ જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવવા માટે ‌િબ્રજના પિલર પર ચડી ગયા હતા. ‌િબ્રજના પિલર પર ચડ્યાના થોડા સમય બાદ તેમણે સિક્યોરિટી ગાર્ડને બોલાવવા માટે પ્રયાસ પણ કર્યો, પણ કોઈ તેમની મદદ માટે આવ્યું નહીં, માટે તેમણે ત્યાં જ રાત વિતાવવાનું નક્કી કર્યું.

સવારના સમયે જ્યારે વોક-વે પર મોર્નિંગ વોક કરવા આવેલા લોકોને જોયા, ત્યાર બાદ તેમણે બૂમ પાડી હતી. લોકોએ આ વાતની જાણ ‌િરવરફ્રન્ટ પર હાજર રેસ્ક્યૂ ટીમને કરી. રેસ્ક્યૂ ટીમે તેમને બહાર લાવી અને તેમના પરિવારજનોને બોલાવીને તેમને સમજાવીને ઘરે મોકલી દીધા હતા.

You might also like