OMG! ૬૫ લાખ રૂપિયાની પાણીની બોટલ ભારતમાં વેચાણમાં મુકાઈ

નવી દિલ્હી: મોટા ભાગના ભારતીયોને પીવાનું ચોખ્ખું પાણી પણ મળતું નથી. વળી, બહાર જઈઅે ત્યારે બિસલરીના ૨૫ થી ૩૦ રૂપિયા અાપવા પડે તો પણ તે મોંઘા લાગે છે. બેવર્લી હિલ્સ નામની વિદેશી કંપનીઅે હવે ભારતમાં એક લિટરની પાણીની બોટલ વેચાણમાં મૂકી છે, જેની પાણીની એક-એક બુંદ હજારો રૂપિયામાં પડશે.

બેવર્લી હિલ્સ 90 H2O નામની પાણીની બોટલ એક કીમતી ઝવેરાતથી ઊતરતી નથી. અા બોટલની ડિઝાઈન જાણીતા જ્વેલર્સ મારિયો પે‌િડલાઅે કરી છે. લક્ઝુ‌િરયસ કાર કે જ્વેલરી કરતાં પણ મોંઘી લક્ઝરી એ‌િડશનની પાણીની બોટલની બનાવટ પણ અનોખી છે.

અા લિમિટેડ એડિશન પાણીની બોટલના માત્ર નવ પીસ બનાવવામાં અાવ્યા છે. પ્રત્યેક પીસની કિંમત એક લાખ અમેરિકન ડોલર એટલે કે ૬૫ લાખ રૂપિયા છે. લાઈફસ્ટાઈલ બોટલના નામે વેચાતી અા બોટલનું ઢાંકણું વાઈટ ગોલ્ડનું બનેલું છે અને તેમાં ૧૪ કેરેટના ૬૦૦ વાઈટ અને ૨૫૦ બ્લેક ડાયમંડ વપરાયા છે.

વિશ્વની બીજા નંબરની સૌથી મોંઘી પાણીની બોટલ ફ્રેન્ચ અાર્ટિસ્ટ મોડીગ્લિયાનીઅે બનાવી છે. ૭૫૦ મિલિલિટર પાણીની બોટલની કિંમત ૬૦ હજાર અમેરિકન ડોલર એટલે કે લગભગ ૩૯ લાખ રૂપિયા છે. અા બોટલ ૨૪ કેરેટના સોલિડ ગોલ્ડથી બની છે અને તેમાં ફ્રાન્સ અને ફીજીનું પાણી છે, તેમાં થોડી સોનાની રજકણો પણ ભેળવવામાં અાવી છે.

You might also like