2000 રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલનાં ક્રશિંગ મશીન લગાવાશે

નવી દિલ્હી: દેશમાં છેલ્લાં કેટલાક સમયથી વધતા જતા પ્લાસ્ટિકના કચરાનાં પ્રદૂષણ પર અંકુશ લાવવા રેલવેએ પ્લાસ્ટિકની બોટલોનું રિસાઈકલિંગ કરવાના હેતુથી ૨૦૦૦ રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના ક્રશિંગ મશીન લગાવવા આયોજન કર્યું છે.

આ અંગેના સમજૂતિ કરાર(હક)ના પ્રસ્તાવને રેલવે બોર્ડે મંજૂરી આપી દીધી છે. આ માટે બોર્ડ પાસેથી બોટલ ક્રશિંગ મશીનોની જરૂરિયાત, સ્થાપના. સંચાલન તથા જાળવણી કરનારી પેઢીની પસંદગી કરવા માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એજન્સીની નિમણૂંક માટે મંજૂરી માગવામા આ‍વી હતી.

વિશ્વભરમાં પ્લાસ્ટિક પર્યાવરણ માટે અનેક મોટા ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે.ત્યારે આવો ખતરો રેલવે સ્ટેશન પર પણ વધુ જોવા મળી રહયો છે. જ્યાં લોકો રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકનાં પાઉચ અને બોટલોનો વધુ ઉપયોગ કરતા જોવા મળતા હોય છે.

આ ઉપરાંત પ્લાસ્ટિકના પેકિંગમાં વેચાતી ચીજોના કારણે પણ પ્રદૂષણ વધુ ફેલાતું હોય છે. કારણ લોકો આવો કચરો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. તેથી રેલેવે વિભાગે હવે આવા પ્રદુષણને નાથવા પ્લાસ્ટિકની બોટલો, પાઉચ કે પેકિંગનું રિસાઈકલિંગ કરવા માટે ક્રશિંગ મશીનો લગાવવા આયોજન કર્યું છે. જેમાં આવી પ્રકિયા ઓટોમેટિક થઈ શકશે.

You might also like