રણવીર સિંહની નવી એડ રિલીઝ, એક્શન અને માં ના પાત્રમાં મચાવી રહ્યો છે ધમાલ

ટીવી એડ રણવીર ચિંગ રિટર્નસ હાલમાં ખૂબ ચર્ચામાં છે. ચર્ચામાં શું કામ ના હોય કારણ કે રણવીર સિંહ પોતાના જોરદાર રૂપમાં એન્ટરટેન કરતો જોવા મળે છે. આ કરતાં પણ ખાસ વાત એ છે કે રણવીર એડમાં પોતાના એક્શન રૂપમાં લોકોને ચકિત કરી દીધા છે સાથે માં ના પાત્રમાં દરેકને ચોંકાવી દીધા છે.

માં ની ભૂમિકા નિભાવી રહેલા રણવીર સિંહનું કહેવું છે કે તે હંમેશા માં ની ભૂમિકા નિભાવવા માંગતો હતો. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ એડ ફૂડ બ્રાન્ડ કંપની ચિંગ્સ માટે તૈયાર કરવામાં આવી છે અને તેને શુક્રવારે રિલીઝ કરવામાં આવી . આશરે 6 મિનીટની આ વિડીયોમાં રણવીર સિંહની સાથે અભિનેત્રી તમન્ના ભાટિયા પણ જોવા મળી રહી છે.

એડના એક સીનમાં રણવીર માં ના રોલમાં જોરદાર જોવા મળી રહ્યો છે., રણવીરે આ માટે વાત કરતાં કહ્યું કે, ‘હું હંમેશા માં નો રોલ નિભાવવા માંગતો હતો. હું રોહિતનો આભાર વ્યક્ત કરું છું. જેના કારણે મને આ રોલ નિબાવવાનો મળી ગયો.’ આ વચ્ચે રોહિતે કહ્યું કે તેને સારું લાગ્યું રણવીરે આ રોલ નિભાવવા માટે ના પાડી નથી. ફિલ્મમાં રણવીર માં ચિંગના રોલમાં પોતાની માં ની ભૂમિકા નિભાવી રહ્યો છે.

નિર્દેશક રોહિત શેટ્ટીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘આ રીતનું કામ તકરવા માટે પાગલપન જરૂરી છે. આપણે બધા મગજથી થોડાક પાગલ છીએ. તમે આ મારી ફિલ્મમાં જોયું હશે. શું મારે એ કરવું જોઇએ અથવા કેવી રીતે કરવું જોઇએ.?’ આ વાત માટે મેં ખૂબ વિચાર્યુ, પછી રણવીર મારી ટીમ સાથે જોડાયો અને પછી કહ્યું કે ચલો આપણે બધા સાથે મળીને કરીએ.

You might also like