આ ઘટના ૬૮ વર્ષ બાદ ફરીથી આકાર લઇ રહી છે!

૧૪ નવેમ્બરે તમને ચંદ્ર રોજના કરતાં કંઇક અલગ જોવા મળશે. તમે વિચારશો કે અલગ એટલે શું? એનો રંગ બદલાવાનો હશે કે આકાર. ખેર, એવું કંઇ નથી. એ દિવસે તમને ચંદ્ર રોજ કરતાં વધુ મોટો અને વધુ પ્રકાશિત જોવા મળશે. વર્ષ ૧૯૪૮માં આ પ્રકારની ખગોળીય ઘટના બની હતી અને હવે આ વર્ષે આ ઘટના આકાર લેવા જઈ રહી છે.

ભારતમાં ૧૪ નવેમ્બરે, ૭ કલાક ને ૨૨ મિનિટથી લઇને બે કલાક સુધી આ રીતનો ચંદ્ર જોવા મળશે. આમ તો પૂનમના દિવસે ચાંદો પૂર્ણ ગોળ અને પ્રકાશિત હોય જ છે પણ ૧૪ તારીખે જે ચાંદો દેખાશે તે પૂનમના ચાંદ કરતાં ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ પ્રકાશિત હશે.

આ પ્રકારના ચંદ્રને ‘સુપર મૂન’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાની પાછળ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જવાબદાર છે. એ દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘટી જશે, જેને કારણે ચંદ્ર વધુ મોટો અને વધુ પ્રકાશિત જોવા મળશે. ભારતમાં વિવિધ વેધશાળાઓ ‘સુપર મૂન’ના નજારાને નિહાળવા માટે તૈયારીઓ કરી રહી છે.

You might also like