વસીમ અકરમે ભારતીય બોલર શમી-બુમરાહને આપી આ સલાહ…

પોતાની સ્પિન બોલિંગ આક્રમણથી મશહૂર ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી પોતાના ફાસ્ટ બોલરના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડીયા ભલે ટેસ્ટ શ્રેણી હારી ગઇ હોય પરંતુ તેમાં સીમ બોલરોના પ્રદર્શનથી દુનિયાના પૂર્વ દિગ્ગજ બોલરો ઘણા પ્રભાવિત થયા છે. ભારતીય તેજ બોલિંગ આક્રમણમાં શમી, ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બુમરાહનું નામ ચોતરફ છવાઇ ગયું છે.

આ ફાસ્ટ બોલરોએ પોતાના પ્રદર્શન પર બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતીય બોલરોની પ્રશંસા કરી હતી. જો કે તેણે ભારતીય બોલરમાં સુધારાને લઇને પણ જણાવ્યું.

અકરમે જણાવ્યું કે ભારતીય બોલર શમી પોતાનું બોલિંગ રનઅપ થોડુ ઘટાડી દે તેમજ બુમરહા ઇંગ્લેન્ડમા રમાતી કાઉન્ટીમાં થોડો સમય આપે તો આગામી ઇંગ્લેન્ડ શ્રેણીમાં બંને બોલરો પ્રદર્શન શાનદાર જોવા મળશે.

પાકિસ્તાનના પૂર્વ તેજ બોલર અકરમે જણાવ્યું કે ભારતીય તેજ બોલિંગ આક્રમણમાં ઘણો આત્મવિશ્વાસ જોવા મળ્યો છે. વસીમે કહ્યું રનઅપ સમયે શમી ઘણી વખત ક્રીઝ પર પહોંચતા પહેલા નાના સ્ટેપ લે છે. ઘણી વખત બોલર પોતાના લયમાંથી દૂર થઇ અને બોલિંગનું રનઅપ નાનું કરી દે છે. જેના કારણે બોલિંગની ઝડપ ધીમી પડી જાય છે.

બીસીસીઆઇ પોતાના પ્રમુખ ખેલાડીઓને કાઉન્ટી ક્રિકેટ રમવાની મંજૂરી આપતી નથી. બુમરાહ જો ઓછામાં ઓછું એક મહિનો કાઉન્ટી ક્રિકેટ રમે તો તેની બોલિંગના પ્રદર્શનમાં ઘણો ફેરફાર જોવા મળી શકે છે.

You might also like