શા માટે કેનેડાના પીએમ ટ્રૂડો PM મોદીથી સંતાઈ રહ્યા છે, જાણો?

ફિલિપાઇન્સના મનીલામાં 31માં એશિયન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ઇસ્ટ એશિયા સમિટમાં સામેલ થવા અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ત્યાં પહોચ્યા હતા.સમિટના ભાગ હોય તેવા દેશોના તમામ વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ વચ્ચે ચર્ચા વિચારણા થઈ હતી.

આ તમામ લોકો માટે સાંજના સમયે ગાલા ડિનરનો અવસર આવ્યો. તો ત્યાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો હતો. ડિનરમાં અનેક દેશોના નેતાઓ એકબીજા સાથે મન મૂકીને મળ્યા હતા અને મહત્વની ચર્ચા કરી હતી.

જો કે આ ડિનર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે. જેમાં એક તસવીર એવી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ડિનરમાં સામેલ થવા ભારતના વડાપ્રધાન મોદી સિવાય અન્ય રાષ્ટ્રાધ્યક્ષ પણ પહોચ્યા હતા.

આ સમય દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ ડિનર પાર્ટીમાં પહોચ્યા હતા. એક તરફ પીએમ મોદી અને અન્ય નેતાઓ એકબીજા સાથે મુલાકાત કરી રહ્યા હતા. તે સમયે જસ્ટિન પીએમ મોદીની પાછળથી આવ્યા. તેઓ ખૂબ જલ્દીમાં જોવા મળી રહ્યા હતા. એવું પણ દેખાઈ રહ્યું છે કે, તેઓ પીએમ મોદીને નજરઅંદાજ કરીને આગળ નીકળી ગયા હતા. જો કે કેનેડાના પીએમની અને તેમની આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.

You might also like