બોલીવુડ અભિનેતા સંજય દત્ત જેલમાં જાય તેવી શક્યતા

મુંબઇ: ફિલ્મ અભિનેતા સંજય દત્તની સમસ્યા વધતી જોવા મળી રહી છે. કારણ કે શનિવારે મુંબઇની એક કોર્ટે ફિલ્મ નિર્માતા શકીલ નૂરાનીને ધમકી આપવાની બાબતમાં સંજય દત્ત વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ રજૂ કર્યું છે. જણાવી દઇએ કે નિર્માતા શકીલ નીરાનીથી સંજયનો જૂનો વિવાદ ચાલી રહ્યો છે.

હકીકતમાં આ બાબત 15 વર્ષ જૂની છે. વર્ષ 2002માં શકીલ નૂરાની ‘જાન કી બાજી’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. એમણે આ ફિલ્મ માટે સંજય દત્તને 50 લાખ રૂપિયા આપીને સાઇન કરી હતી. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને અચાનક જ સંજય દત્તે આ ફિલ્મ વચ્ચેથી છોડી દીધી હતી. આ બાબતે નીરાનીએ પહેલા ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ અસોસિએશનમાં ફણ સંજય દત્ત વિરુદ્ધ ફરીયાદ કરી હતી. ત્યારબાદ નૂરાનીએ સંજય દત્ત પર એવો આરોપ લગાવ્યો કે સંજય દત્તના કહેવા પર એમની પાસે કરાચી અને દુબઇથી ધમકી ભર્યા ફોન આવવા લાગ્યા.

ત્યારબાદ નૂરારીએ કાનૂનનો સહારો લીધો અને સંજય દત્ત વિરુદ્ધ ધમકી આપવા માટેનો કેસ દાખલ કર્યો હતો. ત્યારથી આ બાબત કોર્ટમાં ચાલી રહી છે. હવે કોર્ટે આ બાબતમાં શનિવારે સંજય દત્તને સમન્સ પાછવ્યું હતું પરંતુ સંજય દત્ત કોર્ટમાં હાજર રહ્યો નહીં. આ વાતથી રઅપસેટ થઇને અંધેરી મેટ્રોપોલિટિયન કોર્ટે એમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ રજૂ કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like