સાઉથ ચાઇના સીને કારણે અમેરિકા-ચાઇના વચ્ચે યુદ્ધના એંધાણ

વોશિંગ્ટન: સાઉથ ચાઇના સી પર અમેરિકા અને ચાઇના પહેલાથી આમને સામને હતા પરંતુ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી આ મુદ્દાને કારણે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે. તાજા ઘટનાક્રમમાં જ્યાં અમેરિકાએ ચાઇનાને ધમકી આપી છે ત્યારે અમેરિકાએ ચાઇનાને ચેતવણી આપી છે ત્યાં ચાઇનાએ અમેરિકાને જવાબ આપ્યો છે.

વ્હાઇટ હાઉસે નવી પ્રેસ સેક્રેટરી સીન સ્પાઇસરે સોમવારે પહેલી મીડિયા કોન્ફર્નસ છે. આ કોન્ફરન્સમાં તેમણે ચીનને ચેતવણી આપી છે. સ્પાઇસરે કહ્યું, સાઉથ ચાઇના સીમાં આવનારા વિસ્તારો આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય ગતિવિધિયો હેઢળ આવે છે. મારો ખ્યાલ છે કે અમેરિકા આ વાતને સુનિશ્ચિત કરશે કે અહીયા પર તે પોતાના હિતોનું રક્ષણ કરશે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ચીનને ચેતવણી આપતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદોનું રક્ષણ કરશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદો પર બનેલા દ્રીપ ચીનનો હિસ્સો નથી. જો એમ હોય તો અમેરિકા આ સીમાઓને ચીનના કબજામાં જવાથી રક્ષણ કરશે.

આ પહેલી વાર નથી કે અમેરિકામાં નવી સરકાર આવ્યા પછી સાઉથ ચાઇના સી પર અમેરિકા તરફથી એવું નિવેદન આવ્યું હોય. હાલમાં જ અમેરિકાના સંભવિત વિદેશ સચિવ રેક્સ ટિલરસને કહ્યું હતું કે સાઉથ ચાઇના સી પર ચાઇનાને નવા ટાપુ બનાવવા અથવા તો અહીંયા તેમની ગતિવિધિઓ પર પ્રતિબંધ કરવા પડશે.

You might also like