ભારતના દબાણની અસર, USમાં પાક રાજદૂતે કહ્યું યુદ્ધ નથી વિકલ્પ

વોશિંગ્ટન: પાકિસ્તાનના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે યુદ્ધ ભારત અને પાકિસ્તાન માટે વિકલ્પ નથી અને તેમનો દેશ માને છે કે કાશ્મીર મુદ્દા સહીત બધાજ દ્વિપક્ષીય વિવાદો વાતચીતથી ઉકેલી શકાય તેમ છે.

અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત જલીલ અબ્બાસ જિલાનીએ કહ્યું હતું કે યુદ્ધનો કોઈ વિકલ્પ નથી.કારણકે બંને દેશોને આર્થિક વિકાસની જરૂર છે અને તેઓએ લોકોના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. જિલાનીએ આ વાત કાલે વિશ્વ બેંક અને આતંરરાષ્ટ્રીય નાણા કોષની વાર્ષિક બેઠકમાં કહી હતી. એક સવાલમાં તેઓએ જણાવ્યું હતું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી ખાસ કરીને જયારે બંને દેશ પરમાણું શક્તિ ધરાવતા હોય.
જિલાનીએ કહ્યું હતું કે યુદ્ધ વિશે વિચારવું તે કલ્પના બહારની વાત છે માટે કાશ્મીર સહીત બધાજ વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ વાતચિતથી આવવો જોઈએ.

આ અગાઉ હવે પાકિસ્તાનમાં પણ આતંકવાદ સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે.ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફીઝ સઈદ વિરુદ્ધ હવે Pakistan માં પણ વિરોધનો સુર ઉઠવા લાગ્યો છે. સતા પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ ના એક સાંસદે હાફીઝ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પાકિસ્તાની સાંસદ રાણા મોહમ્મદ અફઝલે કહ્યું હતું કે હાફીઝ સઈદ કયા ઈંડા આપે છે તે આપણે તેને સાચવી રાખ્યો છે? પાકિસ્તાનની વિદેશનીતિની હાલત એવી છે કે આજ સુધી આપણે હાફીઝ સઈદને ખત્મ કરી શક્યા નથી.

You might also like