મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો VIDEO થયો વાયરલ

728_90

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલનો એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં તેમને મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને ભાજપના નેતાઓ સાથે વાત કરતો વીડિયો વાયરલ થયો છે. તેમને રાજકીય સન્યાસ લીધો હોય પરંતુ તે સંપૂર્ણ પણે રાજકારણમાંથી બહાર આવ્યા ન હોય તેમ લાગી રહ્યું છે. જો કે તેમને કુપોષિતોની મદદ કરવા અને અનાથ બાળકોને આશરો આપવાની વાત કરી હતી.

શું હતો આ મામલો?
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ એક વીડિયોને લઈને સમાચારમાં છે. આ વીડિયોમાં તે ભાજપના નેતાઓને મત કેવી રીતે મેળવવા તે અંગેની ટિપ્સ આપતા નજરે પડી રહ્યા છે. આનંદીબેન આ વીડિયોમાં કહી રહ્યા છે કે, તમને ત્યારે જ મત મળશે જ્યારે તમે કોઈ જરૂરિયાતવાળા અને કુપોષિત બાળકને દત્તક લેવું જોઈએ.

આનંદીબેન ચિત્રકુટના પ્રવાસ દરમિયાન આ વાત કરી છે. બેને વધુમાં કહ્યું કે, એવા બાળકોને વધારેમાં વધારે દત્તક લો કે જેમનું કોઈના હોય. આ પ્રવાસમાં તેમની સાથે મેયર મમતા પાંડે હાજર હતા. અને તેમને પણ નેતાઓ અને કાર્યકરોને કહ્યુ કે, તેમને પણ આંગળવાડીના છોકરાઓને દત્તક લીધા છે.

Videoમાં સાંભળવા મળે છે આ વાત

16 કરોડ રૂપિયા પડયા છે મેં જિલ્લામાં સંપૂર્ણ તપાસ કરી લીધી છે. અને આ કોઈ મુશ્કેલ કામ નથી અભિયાન ચલાવો. બધાને ભેગા કરો અને ધારાસભ્યને પણ એક બાળક દત્તક લે. મત એમ જ નહીં મળે. તેમના ઘરે જઈને બેસો ખબર અંતર પૂછો. નહીં તો પાર્ટીને મત નહીં મળે. ગામે ગામ જાઓ. તમારે તો મત લેવાના નથી અમારે તો મત લેવાના છે. મેં દત્તક લીધા છે તો હું એમ જ તેમની સંભાળ રાખીશ તમે દત્તક લો ખર્ચ સરકાર કરશે.)

ઉલ્લેખનીય છે કે,વાયરલ વીડિયોમાં આનંદીબેને ઉમેર્યુ મત એમ જ નહીં મળે. તેના માટે ગામે ગામ જવું પડશે. ઘરે ઘરે જઉ પડશે. લોકોના કામ કરીને તેમના માથે હાથ ફેરવશો તો મત મળશે. અને આમ કરશો તો જ પીએમ મોદીનું 2022નું સપનું સાકાર થશે. આ ઉપરાંત તેમને અધિકારીઓને કહ્યુ કે, તમારે તો મત લેવાના નથી, પરંતુ અમારે મત લેવાના છે.

તેમને આ વીડિયોમાં ખાસ કરીને દેશના ગરીબ અને કુપોષિત બાળકોને સાચવવાની સલાહ આપી હતી. આ ઉપરાંત પાકા મકાન, ગામે ગામ વીજળી, સ્વાસ્થ્યની સારવાર, શિક્ષણ, સ્વચ્છતા, ખેડૂતો માટેની યોજના પર ભાર મુકવાની જરૂર છે. આ બધુ થશે તો જ નરેન્દ્ર મોદીનું ન્યુ ઈન્ડિયા બનાવવાનું સપનું સાકાર થશે.

You might also like
728_90