જો ગર્લ્સને કરવી છે ઇમ્પ્રેસ, તો જરૂરથી અપનાવો આ ટિપ્સ

જો તમે કોઇ છોકરીને પસંદ કરો છો અને તમે ફોન નંબર શેર કરવા સુધી જો તમારી વાત પહોંચી ગઇ હોય તો તમારી ભાવનાઓને કંટ્રોલમાં રાખવાનો આ એક ચોક્કસ સમય છે. રિલેશનશિપમાં મોટે ભાગે એવું જોવાં મળે છે કે જ્યારે કોઇ પણ રિલેશનશિપની શરૂઆત થતી હોય છે તે મોટે ભાગે પ્રથમ દોસ્તીથી જ થાય છે અને ધીરે-ધીરે સંબંધ પ્રેમમાં પરિવર્તે છે.

જો તમે કોઇ છોકરીનાં પ્રેમમાં પડ્યાં છો તો સૌથી સરળ અને પ્રથમ રસ્તો આનાં માટે છે કે ફોન પર તેની સાથે ચેટ કરો અને તેને ઇમ્પ્રેસ કરો.પરંતુ ફોન પર ચેટ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ગર્લ્સનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ જરૂર ચેક કરોઃ
આજ કાલનાં સમયમાં દરેક બોય્ઝ-ગર્લ્સ સોશિયલ મીડિયાથી જરૂર કનેક્ટ હોય છે. જેથી જો કોઇ છોકરી એકાંતમાં મોબાઇલ યૂઝ કરતી હોય તો એક વાર જરૂરથી તેનાં સોશિયલ મીડિયાનાં એકાઉન્ટ પર નજર કરો. જેથી તમને એ બાબતે એક આઇડીયા આવશે કે તમારી પસંદ કરેલ છોકરી શું કરે છે, કઇ-કઇ બાબતોમાં તેને રસ છે.

મનપસંદ વિષયો પર કરો વાતઃ
છોકરી સાથે વાત કરતાં એ વાતનું તમે જરૂરથી ધ્યાન રાખો કે તમે એવાં વિષયો પર જ વાત કરો કે જેનાં વિશે તમને વધુ ખ્યાલ હોય અને તે બોરિંગ ન હોય. ક્યારેક એવું પણ થાય છે કે છોકરાઓ છોકરીઓની વાત પર ધ્યાન પણ ન આપતાં હોય અને જેથી કંઇક રસપ્રદ વાતાવરણ ઊભું થાય એ પહેલાં જ વાત બગડી જાય છે.

ચેટીંગ વખતે ક્યારેય ફેંકાબાજી ન કરવીઃ
ક્યારેક છોકરાઓ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે મોબાઇલ ચેટીંગ કરતી વખતે ફેંકાબાજી પણ કરતાં હોય છે પરંતુ છોકરીઓને એ વાતની જાણ નથી હોતી કે છોકરાઓ ક્યારેક ફેંકાબાજી કરી નાટક કરતાં હોય છે. એટલે કે હકીકત કંઇક અલગ જ હોય છે. પરંતુ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે જ આવી ફેંકાબાજી કરવી ન જોઇએ. નહીં તો ક્યારેક હાથમાં આવેલી બાજી પણ જતી રહે છે.

ક્યારેય છોકરીને માત્ર એનાં વિશે જ ન પૂછોઃ
છોકરાઓને એવું લાગતું હોય છે કે જો તે પોતે છોકરી સાથે માત્ર એનાં વિશે જ સારી-સારી વાત કરશે તો તેને ઘણું સારૂ લાગશે. પરંતુ હકીકતમાં એવું નથી હોતું. કેમ કે ક્યારેક છોકરીઓ માત્ર પોતાની વાતથી નિરાશ પણ થઇ જતી હોય છે. જેથી તમે ક્યારેક એવી વાતો પણ શેર કરો કે જેનાં લીધે છોકરી તમારાથી ઘણી ખુશ જોવાં મળે.

You might also like