ક્લાઇમેટ ચેન્જ વિકસીત દેશોએ કરેલા પાપ છે : મોદીની સીધી બાત

પેરિસ : વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સમિટમાં પોતાનાં સંબોધન પહેલા સ્પષ્ટ કરી દીધું છે કે ભારતનો એજન્ડા શું હશે. મોદીએ પેરિસમાં ઇન્ડિયન પેવેલિયનનાં ઉદ્ધાટન દરમિયાન વિકસિત દેશોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારત ક્લાઇમેટ ચેન્જ કરીને એક વિસ્તૃત, ન્યાયોચીત અને ટકાઉ સમજુતીનાં પક્ષમાં છે. મોદીએ દુનિયાનાં વિકસિત દેશોને સ્પષ્ટ કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ આજે એક મુખ્ય વૈશ્વિક પડકાર જરૂર છે, જો કે આ અમારી દેન નથી. મોદીએ કહ્યું કે ક્લાઇમેટ ચેન્જને પહોંચવા માટે ભારતની પ્રતિબદ્ધતા પારંપારિક વિશ્વાસો પર આધારિત રહી છે. મોદીએ વિકસીત દેશોને અપીલ કરતા કહ્યું કે તે વિકસિત દેશોનાં વિકાસ માટે કાર્બન સ્પેસમાં સ્થાન આપવાની ઉદારતા દાખવે.
મોદીએ સંબોધનમાં પોતાનાં ઇકો ફ્રેન્ડલી નીતિઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે તેમની સરકાર જીરો ઇફેક્ટ, મોર ક્રોપ પર ડ્રોપ જેવા પર્યાવરણ જેવા ખેડૂત મૈત્રીક નીતીઓ સાથે આગળ વધી રહ્યા છે. અગાઉ મોદીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સનાં એક લેખ દ્વારા પણ વિકસિત દેશોને ચેતવણી આપી હતી. મોદીએ જણાવ્યું કે જો તે ભારત જેવા વિકાસશીલ દેશો પર ઉત્સર્જન ઓછુ કરવાનો બોઝો નાખશે તો તે નૈતિક રીતે ખોટું થશે. વિકાસશિલ દેશો પોતાની અર્થવ્યવસ્થાની પ્રગતિ માટે કાર્બન સળગાવવાનો અધિકાર છે. મોદીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સનાં વિચાર વાળા ભાગમાં લખ્યું કે અમુક લોકોની જીવનશૈલીનાં કારણે તે ઘણા બધા દેશોની તક પુરી ન થી જોઇએ જે અત્યારે પણ વિકાસની સીડીઓ ચડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે સંયુક્ત રાષ્ટ્ર સમજુતીનાં 20 વર્ષથી પણ વધારે સમયમાં પહેલીવાર પેરિસ ગ્લોબલ સમિટનું આયોજન થઇ રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય વાતાવરણ પર કાયદેસર રીતે બાધ્યાકારી વૈશ્વિક સમજુતીઓ અને વૈશ્વિક તાપમાનને બે ડિગ્રી સુધી ઘટાડવાનો છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે જો દુનિયા બે ડિગ્રી સેલ્યિસનથી વધારે ગરમ થસે તો આ સદીનાં અંત સુધી વાતાવરણ પ્રભાવી રીતે વિનાશકારી અને અપરિવર્તનશીલ થતું અટકશે. સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ સંમ્મેલનની બેડિગ્રી સેલ્યિસનનું લક્ષ્ય લાંબા સમયથી છે. અને તમામ દેશો હાલ તાપમાનને 2.7 ડિગ્રીથી ત્રણ ડિગ્રી સેલ્યિસ ધટાડવા માટે પ્રતિબદ્ધ છે.

You might also like