વાંકાનેર બાઉન્ડરી નજીક અકસ્માતમાં ત્રણ ભરવાડ યુવાનનાં મોત થતાં અરેરાટી

અમદાવાદ: વાંકાનેર બાઉન્ડરીથી દસ કિલોમીટર દૂર મોરબી હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક સાથે ત્રણ ભરવાડ યુવાનનાં કમકમાટીભર્યાં મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે.

અા અંગેની વિગત એવી છે કે મોરબી ખાતે રહેતા મોતી ભરવાડ અને વિશાલ ભરવાડ બંને મિત્રો બાઈક પર નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે પાછળના ભાગેથી પુરઝડપે અાવેલી ટ્રકે બાઈકને ટક્કર મારતા અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવાનોનાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે મોરબી ખાતે જ રહેતો જીવણભાઈ રૂડાભાઈ ભરવાડ નામનો યુવાન બુલેટ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે કુબેર ટોકિજ નજીક ટ્રકે બુલેટને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં અા યુવાનનંુ પણ મોત થયું હતું. ભરવાડ કોમના ત્રણ યુવાનોનાં એક સાથે મોત થતાં ભરવાડ સમાજમાં શોકની લાગણી જન્મી છે. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

અા ઉપરાંત પાટણ રોડ પર સાતલપુર નજીકથી કાર અને ટ્રક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતા કારમાં બેઠેલ જિતેન્દ્રભાઈ કાલરિયા (રહે.મોરબી) અને લક્ષ્મણભાઈ કુચરિયા (રહે. પોરબંદર) નામની બે વ્યક્તિનાં ગંભીર ઈજા થવાનાં કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. અા યુવાનો ગાંધીધામથી રાજસ્થાન તરફ ફરવા જઈ રહ્યા હત્યા ત્યારે અા કમનસીબ ઘટના બની હતી. પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કચ્છના અંજાર નજીક ભીમાસર ફાટક પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલી જીપે સ્કૂટરને અડફેટે લેતાં બે યુવાનોના ગંભીર ઈજા થવાથી મોત થયા હતાં.
વરસામેડીના ઓમનગર ખાતે રહેતા સતવીરસિંહ ભગીરથસિંહ યાદવ અને સુરજિતસિંહ પ્રતાપસિંહ રાજાવત અા બંને યુવાનો સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. અા બંને સિક્યુરિટી ગાર્ડ અન્ય સિક્યુરિટી ગાર્ડને પગારના પૈસા અાપવા માટે નીકળ્યા હતા. ત્યારે ભીમાસર ફાટક પાસે જીપની અડફેટે અાવી જતાં બંનેનાં મોત થયાં હતાં. પોલીસે જીપના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like