અખરોટ ખાવાથી ભૂખ નિયંત્રણમાં રહે

જે લોકો ખોરાકમાં નિયમિત અખરોટ અને ક્નોલા ઓઈલ લેતા હોય તેમની ભૂખ કાબૂમાં રાખે એવાં હોર્મોન પેદા થાય છે. એમાં રહેલી પોલિઅનસેચુરેટેડ ફેટ્સની હાજરીથી ભૂખને કન્ટ્રોલ કરતાં ઘ્રેલિન હોર્મોન ઝરે છે. અા હોર્મોન પેટ ભરાઈ ગયું હોવાની સંવેદના મગજને પહોંચાડે છે અને એટલે વ્યક્તિને ખાધાની સંતૃપ્તિ ફીલ થાય છે. પોલિઅનસેચુરેટેડ ફેટમાં ખાસ પેપ્ટાઈડ ચેઈન હોય છે જે ભૂખનો સંતોષ અાપે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના રિસર્ચરોનું કહેવું છે કે ભૂખ નિયંત્રણ કરતાં હોર્મોન્સ પેદા થાય ત્યાર પછી વ્યક્તિને ખાવાની ઈચ્છા જ નથી થતી. અખરોટમાં રહેલી ફેટથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી.
http://sambhaavnews.com/

You might also like