ઝડપથી અને લાંબું ચાલવાનું વૃદ્ધો માટે સારું

વોકિંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ. કોઈ પણ ઉંમરે અને કોઈપણ રોગના પ્રિવેન્શન માટે ચાલવાથી શરીરને ઘણી કસરત મળી રહે છે. જોકે વૃદ્ધોમાં ચાલવાથી કેટલો ફાયદો થાય એ જાણવા માટે અમેરિકન રિસર્ચરોએ અભ્યાસ કરીને નોંધ્યું છે કે ૭૫ વર્ષથી મોટી વયનાં સ્ત્રી-પુરુષો ઝડપથી ચાલી શકે અને લાંબું અંતર કાપી શકે તો તેમનો હાર્ટ-ફેઈલ્યોર થવાનું જોખમ ઓછું હોય છે. રિસર્ચરોએ સરેરાશ ૭૩ વર્ષનાં સ્ત્રી-પુરુષોનું ઓવરઓલ સ્વાસ્થ્ય દસ વર્ષ સુધી દર વર્ષે માપીને નોંધ્યું હતું કે જે વૃદ્ધો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે તેમને હાર્ટ-ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ ૫૦ ટકા જેટલું ઘટી જાય છે. સાવ જ ચાલી ન શકતા અથવા તો ન ચાલતા વૃદ્ધો કરતાં કલાકના ત્રણ કિલોમીટરની ઝડપે ચાલતા વૃદ્ધોને સ્ટ્રોક અને હૃદયરોગનું જોખમ ૨૪ ટકા જેટલું ઓછું હોય છે.

You might also like