ઐશ્વર્યાનો હાથ પકડીને ચાલતી આરાધ્યાએ અભિષેકનો હાથ ઝાટક્યોઃ વીડિયો વાઈરલ

મુંબઈઃ અભિષેક બચ્ચન મીડિયા પર ફરી એક વાર ભડક્યો છે. અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો મુંબઇ એરપોર્ટ પર કેપ્ચર કરેલો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે તેમાં અભિષેક પુત્રી આરાધ્યાનો હાથ પકડવાની કોશિશ કરે છે, પરંતુ તે હાથને ઝટકો મારી દે છે અને મમ્મી ઐશ્વર્યાનો હાથ પકડીને ચાલવા લાગે છે. આ દરમિયાન ઐશ્વર્યા પણ તેને ટોકે છે. આ વીડિયો વાઇરલ થતાં જ એક મીડિયા પોર્ટલે લખ્યું છે કે પાવરફુલ કપલની વચ્ચે ઝઘડો. આ પોર્ટલ પર અભિષેકે ખૂબ જ ગુસ્સો ઉતાર્યો અને ટ્વિટર પર મીડિયાને સલાહ આપી દીધી.

અભિષેકે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે હું ખૂબ જ સન્માન સાથે કહેવા ઇચ્છું છું કે કોઇ પણ મીડિયા સાવ ખોટી કહાનીઓમાંથી બચે. હું સતત સમાચાર પોસ્ટ કરવાના પ્રેશરને પણ સમજું છું, પરંતુ તમે જો જવાબદારીઓપૂર્વક અને ખોટા ઇરાદાઓ વગર આમ કરશો તો ઘણું સારું રહેશે. ધન્યવાદ. જોકે થોડા સમય બાદ અભિષેકે પોતાનું ટ્વિટ ડિલિટ કર્યું હતું.
સોશિયલ મીડિયા પર પર અભિષેક ટ્રોલ થયો.

વીડિયો વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે એશ અભિષેક સાથે હંમેશાં ખરાબ વર્તન કરે છે. એક અન્ય યુઝર્સે કોમેન્ટ કરી કે ઐશે પુત્રી આરાધ્યાને પણ પોતાની જેવી બનાવી લીધી છે. તે પણ તેના પિતા સાથે સારું બિહેવ કરતી નથી. એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે ઐશ્વર્યા પુત્રીને બગાડી રહી છે. હંમેશાં તેનો હાથ પકડીને રાખે છે.

ઐશ્વર્યા રાયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ ‘ફન્નેખાં’ છે, જે ત્રણ ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે. બીજી તરફ અભિષેકની અપકમિંગ ફિલ્મ ‘મનમર્જિયા’ છે, જે આ વર્ષે રિલીઝ થશે.

You might also like