દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ અને અલ્હાબાદની મોતીલાલ નહેરુ મેડિકલ કોલેજના રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે કમર અને સાથળની સાઈઝના આધારે ડાયાબિટીસનો ખતરો છે કે નહીં એની ખબર પડી શકે છે.
જે લોકોની કમરની સાઈઝ વધારે અને સાથળની સાઈઝ ઓછી હોય તેમને ડાયાબિટીસ થવાનો ખતરો વધારે છે પણ કમરની સાઈઝ ઓછી હોય અને સાથળની સાઈઝ વધારે હોય તો ટાઈપ-ટુ ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું છે.
કમર અને સાથળની સાઈઝનો રેશિયો ૨.૩થી વધારે હોય તો ડાયાબિટીસ થવાનાે ચાન્સ ૯૦ ટકા છે. િવશ્વમાં હાલમાં ૪૧.૫ કરોડ લોકોને ડાયાબિટીસ છે અને ૨૦૪૦ સુધીમાં આ આંકડો ૬૪.૨ કરોડ સુધી
પહોંચવાનો અંંદાજ છે.