ઘઉંનું સત્ત્વ અને બદામ પાક

સામગ્રી : ૨૫૦ ગ્રામ ઘઉંનું સત્ત્વ, ૧૦૦ ગ્રામ બદામ, ૨૦૦ ગ્રામ ઘી, ૫૦ ગ્રામ કોપરાનું છીણ, ૧૫૦ ગ્રામ માવો, અેક ચમચી અેલચી પાવડર, અેક અેક ચમચી પીપર ગંઠોડા, સૂંઠ, નાગકેસર, જાયફળ પાવડર ૫ાંચ ગ્રામ, જાવંત્રી પાવડર ૫ાંચ ગ્રામ, બે ચમચી સફેદ મૂસળી, ૩૦૦ ગ્રામ ખાંડ

રીત : પ્રથમ ઘઉંના સત્ત્વનો કરકરો લોટ કરી લેવો. અેક પેનમાં ઘી ગરમ કરો. તેમાં માવો ઉમેરી ગુલાબી રંગનો થાય તે રીતે ધીમા તાપે શેકવો. હવે અા માવામાં સફેદ મૂસળી પાવડર, અેલચી પાવડર, પીપર, ગંઠોડા, સૂંઠ, નાગકેસર, બદામ જેવી બધી જ સામગ્રી ઉમેરીને મિક્સ કરી લેવું. બરાબર મિક્સ થઈ જાય અેટલે તેમાં ઘઉંનું સત્ત્વ ઉમેરીને ફરીથી સતત હલાવીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને તેની અઢી તારની ચાસણી તૈયાર કરો. ચાસણી તૈયાર થઈ જાય અેટલે તેમાં ઘઉંના સત્ત્વવાળું મિશ્રણ ઉમેરીને સતત હલાવો. બધી જ સામગ્રી અેકરસ થઈ જાય અેટલે તેને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઠરે અેટલે તેના પીસ કરી બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો.

You might also like