એક વીઅાઈપી માટે ત્રણ અને ૬૬૩ લોકો દીઠ એક પોલીસકર્મી તહેનાત!

નવી દિલ્હી: સરકારના દાવાઅો અને વારંવાર વીઅાઈપી કલ્ચરને ખતમ કરવાની વાતોની વચ્ચે અાજે પણ હકીકત કંઈક અલગ જ દેખાય છે. ભારતમાં વીઅાઈપી સંસ્કૃતિ હજુ પણ કાયમ છે. તેનું અનુમાન તેના પરથી લગાવી શકાય છે કે દેશના ૨૦ હજાર વીઅાઈપીની સુવિધામાં લગભગ ત્રણ પોલીસકર્મી છે, પરંતુ ૬૬૩ સામાન્ય લોકો માટે માત્ર એક જ પોલીસકર્મી છે.

તાજેતરના અાંકડાઅો મુજબ ૨૦ હજાર વીઅાઈપીની સુરક્ષા માટે ત્રણ પોલીસકર્મી છે. તેનાથી ઊલટું સામાન્ય વ્યક્તિની સુરક્ષા માટે પોલીસકર્મીઅોની ખૂબ જ કમી છે. બ્યૂરો અોફ પોલીસ રિસર્ચ અેન્ડ ડેવલપમેન્ટે ગૃહ મંત્રાલય તરફથી અા ડેટા તૈયાર કરાયો છે. અા અાંકડાઅો મુજબ હાલમાં દેશમાં ૧૯.૨૬ લાખ પોલીસકર્મીઅો છે, તેમાં ૫૬,૯૪૪ પોલીસકર્મીઅો ૨૦,૮૨૮ લોકોની સુરક્ષા માટે તહેનાત છે. બીપીઅારઅેન્ડડી રિસર્ચ મુજબ ભારતનાં ૨૯ રાજ્ય અને ૬ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીઅાઈપી માટે તહેનાત પોલીસકર્મીઅોની સંખ્યા અાશરે ૨.૭૨ છે. લક્ષદ્વીપ દેશનો એકમાત્ર સંઘ શાસિત પ્રદેશ છે, જ્યાં કોઈ પણ વીઅાઈપીની સુરક્ષામાં પોલીસકર્મી તહેનાત નથી.

સામાન્ય જનતા માટે ભારત અાજે પણ વિશ્વનો સૌથી અોછા પોલીસકર્મીવાળો દેશ છે. ભારતમાં ૬૬૩ લોકો પર એક પોલીસકર્મી છે. જાનમાલના ખતરાથી વધુ પોતાની સાથે એક પોલીસકર્મીને સુરક્ષા માટે રાખવો એ લોકોની વચ્ચે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર પોલીસ સુરક્ષા માટે પોતાના નિયમ બનાવી લે છે. જે લોકોને પોલીસ સુરક્ષા મળી રહી છે તેમાંથી મોટા ભાગના પોતાના જીવના ખતરાનું કારણ અાપે છે.

વીઅાઈપી સંસ્કૃતિનાં મૂળ પૂર્વ અને ઉત્તર ભારતમાં વધુ ઊંડાં છે. બિહારની સામાન્ય જનતા માટે પોલીસકર્મીઅોની નિયુક્તિનો રેશિયો સૌથી ખરાબ છે. બિહારમાં ૩૨૦૦ વીઅાઈપીની સુરક્ષા માટે ૬૨૪૮ પોલીસકર્મી તહેનાત છે. પશ્ચિમ બંગાળ પણ અા બાબતમાં પાછળ નથી.બંગાળમાં ૨૨૦૭ વીઅાઈપી છે અને તેની સુરક્ષા માટે ૪૨૩૩ પોલીસકર્મી તહેનાત છે.  બંગાળમાં વીઅાઈપી સુરક્ષા માટે નિયમો હેઠળ માત્ર ૫૦૧ પોલીસકર્મી નિયુક્ત કરવાની જોગવાઈ છે.

You might also like