વીવીઆઈપી ફરજથી ૬૦૦ કમાન્ડોને અંતે પાછા ખેંચાયા

નવીદિલ્હી : વીઆઈપીની સુરક્ષામાં લાગેલા એનએસજીના ૬૦૦ કમાન્ડોને હટાવી લેવામાં આવ્યા છે. વીઆઈપીની સુરક્ષામાંથી હટાવી લેવામાં આવેલા કમાન્ડોને આતંકવાદીઓની સામે હાથ ધરવામાં આવતા ઓપરેશનમાં ઉપયોગ કરવામાં આવશે. પઠાણકોટ ત્રાસવાદી હુમલા દરમિયાન પ્રથમ વખત વીઆઈપી સુરક્ષામાંથી હટાવીને ૬૦૦ એનએસજી કમાન્ડોને ત્રાસવાદીઓ સામેના ઓપરેશનમાં મુકી દેવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી આ યોજના પર કામ કરવાની વાત થઇ રહી હતી.

પઠાણકોટમાં થયેલા હુમલામાં પ્રથમ વખત બ્લેકકેટ કમાન્ડોએ ત્રાસવાદીઓની સામે મોરચા સંભાળ્યા હતા. નવા બ્લુપ્રિન્ટ મુજબ ૧૧ સ્પેશિયલ રેજર્નર્સ ગ્રુપના ત્રણ પૈકી બે ટીમોને વીવીઆઈપી સુરક્ષા ફરજથી દૂર કરીને ત્રાસવાદીઓ સામેના ઓપરેશનમાં મુકી દેવામાં આવ્યા છે. સ્પેશિયલ એક્શન ગ્રુપની સાથે આ બંને ટીમો હવે ત્રાસવાદીઓની સામે મોરચા સંભાળશે. એનએસજી કમાન્ડો ટીમ પાંચ પ્રાઈમરી યુનિટ હેઠળ તૈયાર કરવામાં આવે છે.

બે એસએજીમાં આર્મી જવાન અને અધિકારી હોય છે જ્યારે ત્રણ એસઆરજીમાં અર્ધલશ્કરી દળના જવાન રહે છે. બંને એસએજીના સભ્યોને ત્રાસવાદીઓની સામે ઓપરેશન, કાઉન્ટર હાઈજેક, અપહરણ કરનાર લોકોન બચાવી લેવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. એસઆરજીનું કામ મદદ કરવાનું હોય છે.

છેલ્લા ઘણા સમયથી એસએજીના જવાનો વીવીઆઈપીની સુરક્ષામાં તૈનાત હતા. દરેક એસઆરજીમાં ૩૦૦ કમાન્ડો હોય છે. એક ટીમમાં આશરે ૧૦૦૦ જવાન હોય છે. એનએસજી કમાન્ડર ૧૯૮૪માં રચિત ત્રાસવાદીઓની સામે થતીં અથડામણો માટે પ્રયોગ માટે ઉપયોગ કરાયો હતો.

You might also like