બામ નથી આવતો કામ! બજારમાં અસલીનાં નામે નકલી વિક્સનું કૌભાંડ

એક બાજુ નાગરિકોને ઓછા દરે અને ગુણવત્તાસભર દવાઓ મળે તેવાં સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ, વર્ષોથી ઉપયોગમાં લેવાતી વિક્સ વેપોરેબ બામની દવામાં નકલી બોટલોની કેમિસ્ટ્સ ભેળવવા અંગે ગ્રાહકો દ્વારા વ્યાપક ફરિયાદ ઉઠી છે. સેમી સોલિડ તરીકે વેચાતો આ ઘન પદાર્થ સામાન્ય તાપમાને પણ પીગળી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

જો કે હવે આ બામ વાપરતા પહેલાં તમે થઈ જાઓ સાવધાન. કારણ કે હવે આ પ્રોડક્ટની ગુણવત્તા સામે અનેક મોટાં પ્રશ્નો ઊભા થયાં છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ આ પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે અને અને તેવા ફાર્મા ઈઝરાયેલ કંપનીનાં છે. જે અમદાવાદનાં સાણંદ ખાતે આ બામનું ઉત્પાદન કરે છે. ત્યારે કંપની છેલ્લાં ચારેક મહિનાથી કેમિસ્ટ્સને હલકી કક્ષાનો બામ આપી રહ્યા હોવાનાં આક્ષેપ થયાં છે.

વર્ષોથી ગ્રાહકોની પસંદ બની ચૂકેલા વિક્સ વેપોરેબ પરથી હવે ગ્રાહકોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. હલકી કક્ષાનો બામ શરીર પર લગાવ્યાં પછી બિલકુલ તેની અસર થતી નથી. જેથી કેમિસ્ટસ પણ આ બામનું વેચાણ કરતાં અચકાય છે કારણ કે સીધો જ ગ્રાહકો સાથે આ બાબતને લઈને સંઘર્ષ થાય છે

વિક્સની હલકી ગુણવત્તાને લઈને અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનને પણ પાંચથી વધુ ફરિયાદ મળી છે અને કેમિસ્ટ એસોસિએશને કંપનીને પણ આ મામલે રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું જ નથી. બીજી તરફ, Vtvએ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઓગળેલા વિક્સ વેપોરેબની બોટલો બતાવતા ફૂડ કમિશ્નરે પ્રાથમિક દ્રષ્ટિએ જ પ્રોડક્ટ ડિક્રિપ્શન ટેસ્ટમાં ફેઈલ હોવાનું જણાવ્યું છે.

કેમિસ્ટસને પધરાવવામાં આવતી આ હલકી કક્ષાનાં બામની બોટલ જોતા પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને તેમાં કંપની જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે કે પછી કંપનીનાં કેટલાંક અધિકારીઓની મીલી ભગતથી સમગ્ર કૌભાંડ આચરાઈ રહ્યું છે તે એક તપાસનો વિષય છે.

વિક્સ વેપોરેબ બામ પિગળવા મામલે Vtvનાં અહેવાલનાં પડઘા પડ્યાં છે. Vtvએ અહેવાલ પ્રસારીત કર્યા બાદ ફૂડ અને ડ્રગ્સ વિભાગે નારોલમાં આવેલા ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી અને વિક્સ વેપોરબ બામનાં સેમ્પલ લીધાં હતાં એટલું જ નહીં પરંતુ આ તપાસમાં પણ ગોડાઉનમાંથી પિગળેલી બામનો જથ્થો મળી આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આ ખીમજી રામદાસ વિક્સ વેપોરેબનાં ડિસ્ટ્રીબ્યુટર છે. જો કે ગોડાઉનમાંથી પિગળેલી બામનો જથ્થો મળી આવતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like