VIDEO: ભુવાથી જતાં જીવમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે, 2017માં 228નાં મોત

અમદાવાદઃ શહેરમાં પડેલાં ધોધમાર વરસાદે કોર્પોરેશનનાં પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી નાખી છે. પહેલાં જ વરસાદે શહેરમાં ચારે બાજુ ઠેર-ઠેર ભૂવા પાડી દીધાં છે. શહેરનાં અનેક રોડ રસ્તા પર અનેક ભૂવા પડ્યાં છે કે જેનાં કારણે શહેરીજનોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રજા પાસેથી કરોડોનો ટેક્સ ઉઘરાવતી AMC સામે આ મામલે અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે.

દ્રશ્યોમાં દેખાતો ભૂવો એ શહેરનાં પોશ વિસ્તાર કહેવાતાં એવાં જજીસ બંગલા વિસ્તારનો છે. તો આ દ્રશ્યોમાં દેખાતો ભૂવો એ શહેરનાં પ્રહલાદનગર વિસ્તારનો છે. આ વિસ્તાર પણ શહેરનો પોશ એરિયા કહેવાય છે. રાજ્યની આર્થિક રાજધાની કહેવાતાં એવાં અમદાવાદનાં શું હાલ છે તે પણ આપ જોઇ રહ્યાં છો. પોશ એરિયાનાં પણ આવાં હાલ છે તો અન્ય વિસ્તારનું તો વિચારવાનું જ શું.

હજુ એક ભૂવો દેશની શાન ગણાતા ઈસરો નજીક પણ પડ્યો છે તો મોતનાં ભૂવામાં પૂર્વ વિસ્તાર પણ બાકાત નથી. જી હાં અમરાઈવાડી વિસ્તારમાં ઉત્કર્ષ શાળા સામે મસમોટો ભૂવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષમાં પાલડી વિસ્તારમાં એક મહિલા એક્ટીવા લઈને ભૂવામાં પડી હતી છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલાં અધિકારીઓ જાગતાં નથી.

બીજી તરફ ગત ચોમાસાનાં તૂટેલાં રોડનાં જવાબદાર હજી સુધી દંડાયા નથી. 7 એડિશનલનાં ઈજનેરો સહિત 70થી વધુ અધિકારીઓને નોટિસ અપાઇ હતી. જો કે આ મામલે આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારીને દંડવામાં આવ્યાં નથી. ત્યારે અહી અનેક પ્રકારનાં સવાલ થાય છે. આને અમદાવાદ કહીએ કે ભૂવાવાદ. શું તંત્ર મોતની રાહ જુએ છે. શું મોત થયાં બાદ તંત્ર જાગશે. જો જાગશે તો તંત્ર આખરે કયારે જાગશે. જેવાં તમામ પ્રકારનાં અનેક સવાલો ઊભા થાય છે.

Dhruv Brahmbhatt

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

16 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

16 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

16 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

17 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

18 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

18 hours ago