ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ વી ટીવી ન્યૂઝ હવે ટાટા સ્કાય નંબર ૧૭૧૮ પર પણ ઉપલબ્ધ છે. વી ટીવી ન્યૂઝ ચેનલ એરટેલ, વીડિયોકોન, જીટીપીએલ, ડેન, દેવશ્રી, સિટી કેબલ, ડીએલ અને ઈન કેબલ પર પણ પ્રસારિત થાય છે.
વી ટીવી ન્યૂઝ અખબાર, સામયિક અને ટ્રાન્ઝિટ મીડિયા સાથે સંકળાયેલ સમભાવ ગ્રુપની ચેનલ છે. સમભાવ મીડિયા ગ્રુપના ચેરમેન કિરણ વડોદરિયાએ જણાવ્યું હતું કે, અમે વી ટીવીના અમારા દર્શકોને સારું વિષયવસ્તુ વી ટીવી પર પીરસવા કટિબદ્ધ છીએ.
વી ટીવી પોતાના નવા લૂક અને ફીલ તેમજ સમાચારોનાં ગહનવિશ્લેષણ સાથે આગામી દિવસોમાં વધુ દર્શકોને પોતાની સાથે જોડશે. અમે સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચ બનાવવા માગીએ છીએ અને ટાટા સ્કાય ચોક્કસપણ વી ટીવીની યશ કલગીમાં એક વધુ પીંછું ઉમેરશે.