Categories: Gujarat

વી.અેસ. હોસ્પિટલની અા બીમારીઅોનો ઇલાજ ક્યારે?

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલ ગરીબોની હોસ્પિટલ ગણાતી હોઇ દૈનિક ૧૯૭૮ ઓપીડીના નવા-જૂના દર્દીઓ નોંધાતા હોવાનો તંત્રનો દાવો છે. પ્રતિવર્ષ વી.એસ. હોસ્પિટલના ઓપીડી અને અંદરના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી હોવાનું પણ તંત્ર જણાવે છે. તેમ છતાં આ હોસ્પિટલનો માહોલ એવો છે કે દર્દી પરિસરમાં પગ મૂકતાંની સાથે હેબતાઇ જાય. ચોતરફ ગટરનાં ઊભરાતાં પાણી, ગંદકી અને અવ્યવસ્થાને માત્ર જોઇને સાજા માણસને માંદા પાડે તેવું વાતાવરણ સત્તાવાળાઓની બેદરકારીના કારણે સર્જાયું છે, પરંતુ સત્તાધીશો જવાબદારી લેવા તૈયાર નથી.

તાજેતરમાં મેયરના હોદ્દાની રૂએ વી.એસ. હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન ગૌતમ શાહે આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮નું રૂ.૧૪૬.૧૪ કરોડનું રજૂ કરેલું બજેટ ફક્ત સ્ટાફનું ‘પગાર પત્રક’ હોય તેવું પહેલી નજરે દૃષ્ટિગોચર થાય છે. અંદરના દર્દીઓને પૂરતી દવા કે જેનરિક દવાની ઉપલબ્ધતામાં બેદરકાર સત્તાવાળાઓ વી.એસ. હોસ્પિટલને સ્વચ્છ પણ રાખી શકતા નથી.વી.એસ. હોસ્પિટલમાં અસ્વચ્છ વોર્ડ, શૌચાલયની ગંદકી, ઊભરાતી ગટરો, જયાં ત્યાં ફેંકી દેવાયેલો એઠવાડ, નકામા થયેલા પલંગ સહિતના ફર્નિચરનો ખડકલો,

જર્જરીત દીવાલો, ચોતરફ પસરેલા ઇંટો માટીના ઢગલા ઉપરાંત વાહનોનાં આડેધડ પાર્કિંગથી અરાજકતા જ ફેલાયેલી પ્રતિત થાય છે. અવ્યવસ્થા એટલી હદે છે કે નવી સિક્યોરિટી બેસાડાઇ હોવા છતાં નો પાર્કિંગમાં વાહન પાર્ક કરાય છે, મુલાકાતીઓના પ્રવેશ સિવાયના સમયમાં લોકો હોસ્પિટલની છેક અંદર ઘૂસી જાય છે.

આ તો ઠીક પણ અત્યાધુનિક ટ્રોમા સેન્ટરની પાછળ ચાર મહિનાથી ગટર ઊભરાય છે. જેમાં તંત્ર એકબીજા પર દોષારોપણ કરે છે. વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.સંદીપ મલ્હાન કહે છે, આ બધી વહીવટી બાબતો હોઇ આ મારો વિષય નથી! જ્યારે વી.એસ. હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેકટર એન.ડી. પરમાર કહે છે, હોસ્પિટલ બહાર રોડ ગટરનો પ્રશ્ન હોઇ ટ્રોમા સેન્ટરની પાછળ ગટર ઊભરાઇ છે. અમે તો અંદરના મેનહોલ ઊંચા કર્યા છે. હવે આ અંગે પશ્ચિમ ઝોનનો ઇજનેર વિભાગ વધુ માહિતી આપી શકશે. જ્યારે પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના વડા હરપાલસિંહ ઝાલા કહે છે ‘વી.એસ. હોસ્પિટલની ગટર ચોકઅપ થઇ છે. એટલે બહારના રસ્તા પરની ગટરની મેનહોલિંગની કામગીરી હાથ ધરાઇ છે. ઉપરાંત વી.એસ. હોસ્પિટલમાં ગટર સફાઇ માટે જેટિંગ મશીન પણ મોકલાવાયું હતું.’
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

6 mins ago

PM મોદીએ વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ખુલ્લું મૂક્યું

(એજન્સી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ઉદ્ઘાટન સત્ર…

18 mins ago

મમતાના ગઢમાં મહાગઠબંધન વિરુદ્ધ બ્યૂગલ ફૂંકવાં પહોંચશે અમિત શાહ

(એજન્સી) કોલકાતા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના માલદામાં એક વિશાળ જનસભા સંબોધિત કરશે. આજે પશ્ચિમ…

35 mins ago

CBIમાં ઊથલપાથલ જારીઃ વધુ 20 અધિકારીની બદલી કરાઈ

(એજન્સી) નવી દિલ્હી: સીબીઆઇમાં બદલીનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. સીબીઆઇના વચગાળાના ડાયરેકટર નાગેશ્વર રાવે ફરી એક વખત ર૦ અધિકારીઓની…

35 mins ago

ઉત્તર ભારતમાં વરસાદ-બરફ વર્ષાનો ‘ડબલ એટેક’: 26 જાન્યુઆરી સુધી ઠંડી થિજાવશે

(એજન્સી) નવી દિલ્હી: પંજાબ, હરિયાણા અને રાજધાની દિલ્હી-એનસીઆર સહિત અન્ય મેદાની વિસ્તારોમાં હવામાન ઓચિંતું પલટી ગયું છે અને ઉત્તર ભારતના…

36 mins ago

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

23 hours ago