સપ્તાહનાં વ્રતવિધાન

તા.૧૧-૦૭-ર૦૧૬ સોમવાર અષાઢ સુદ સાતમઃ વિવસ્વન સપ્તમી વજ્રમુશળયોગ ર૪.પપથી સૂર્યોદય સુધી. બુધ કર્ક રાશિમાં ૦૯.૪૬. નક્ષત્રઃહસ્ત આજે જન્મેલાંની રાશિઃ કર્ક.

તા.૧ર-૦૭-ર૦૧૬ મંગળવાર અષાઢ સુદ આઠમઃ દુર્ગાષ્ટમી. રવિયોગ પ્રા.ર૭.પ૪, મંગળમાર્ગી થઇને વૃશ્ચિકમાં બપોરે ૧૪.૦ર કલાકે. નક્ષત્રઃ ચિત્રા. આજે બપોરના ૧૪.ર૩ સુધી જન્મેલાંની રાશિઃ કન્યા તે પછી તુલા.

તા.૧૩-૦૭-ર૦૧૬ બુધવાર અષાઢ સુદ નોમઃ સ્પેંદારમદ (પા.૧ર) ભડલી નોમ. રવિયોગ.( અહોરાત્ર). નક્ષત્રઃ સ્વાતિ. આજે જન્મેલાંની રાશિઃ તુલા.

તા.૧૪-૦૭-ર૦૧૬ ગુરુવાર અષાઢ સુદ દશમઃ મન્વાદિ, વીંછુડો પ્રા.ર૬.પ૬. રવિયોગ.( અહોરાત્ર) નક્ષત્રઃ સ્વાતિ. આજ રાતના ર૬.પ૬ સુધી જન્મેલાંની રાશિઃ તુલા. તે પછી જન્મેલાંની રાશિઃ વૃશ્ચિક.

તા.૧પ-૦૭-ર૦૧૬ શુક્રવાર અષાઢ સુદ અગિયારશઃ દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી. (દ્રાક્ષ) પંઢરપુરયાત્રા. ચાતુર્માસ પ્રારંભ પુનર્યાત્રા. ગૌરી વ્રતારંભ. મોળાકત (સૌરાષ્ટ્ર) રાજયોગ ર૬.૦૮થી સૂર્યોદય સુધી. રવિયોગ સમાપ્ત ૦૯.૩૬. કુમારયોગ સૂર્યોદયથી ૦૯.૩૬ સુધી. વીંછુડો. નક્ષત્રઃ વિશાખા. આજે જન્મેલાંની રાશિઃ વૃ‌શ્ચિક.

દેવશયની એકાદશીઃ આજથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં સૂવા ચાલ્યા જશે. આજથી ચાતુર્માસ શરૂ થશે. આ ચાર મહિના એકટાણાં કે ચાતુર્માસ કરનારનો મોક્ષ થાય છે તેવું ભગવાન વિષ્ણુનું વચન છે.

તા.૧૬-૦૭-ર૦૧૬ શનિવાર અષાઢ સુદ બારશઃ વિષ્ણુશયનોત્સવ. વામન પૂજા, વીંછુડો સ્થિરયોગ ર૭.૩રથી સૂર્યોદય સુધી. સૂર્ય કર્ક રાશિમાં ૧૦.૪૪થી. સંક્રાંતિ પુ.કાળ સૂર્યોદયથી ૧૦.૪૪ સુધી. મુ.૩૦ સામ્યાર્થ નક્ષત્રઃ અનુરાધા. આજે જન્મેલાંની રાશિઃ વૃશ્ચિક.

તા.૧૭-૦૭-ર૦૧૬ રવિવાર અષાઢ સુદ તેરશઃ જયા પાર્વતી વ્રતારંભ (ગુજરાત) પ્રદોષ વીંછુડો સ.૧૩.૪૬. કરિદિન.રવિયોગ પ્રા.૧૩.૪૬ સિદ્ધિયોગ ૧૩.૪૬થી સૂર્યોદય સુધી. નક્ષત્રઃ જ્યેષ્ઠા આજે ૧૩.૪૬ સુધી જન્મેલાંની રાશિઃ વૃશ્ચિક તે પછી જન્મેલાંની રાશિઃ ધન.

You might also like