સપ્તાહનાં વ્રતવિધાન

તા.૩૦-૦પ-ર૦૧૬ સોમવાર વૈશાખ વદ નોમઃ પંચક નક્ષત્રઃ પૂ.ભાદ્રપદ. આજે રાતના ર૦-૩પ સુધી જન્મેલાંની રાશિ કુંભ. તે પછી મીન.

તા.૩૧-૦પ-ર૦૧૬ મંગળવાર વૈશાખ વદ દશમઃ પંચક સિદ્ધિયોગ સૂર્યોદયથી ર૪.૪૧ નક્ષત્રઃ ઉ.ભાદ્રપદ. આજે જન્મેલાંની રાશિઃમીન

તા.૦૧-૦૬-ર૦૧૬ બુધવાર વૈશાખ વદ અગિયારશઃ પંચક સ.રર.૩૯, અપરા એકાદશી (કાકડી) મૃત્યુયોગ રર.૩૯થી સૂર્યોદય. નક્ષત્રઃ રેવતી. આજે રાતના રર.૩૯ સુધી જન્મેલાંની રાશિઃ મીન. તે પછી મેષ

તા.૦ર-૦૬-ર૦૧૬ ગુરુવાર વૈશાખ વદ બારશઃ પ્રદોષ. નક્ષત્રઃ અશ્વિની. આજે જન્મેલાંની રાશિઃમેષ

તા.૦૩-૦૬-ર૦૧૬ શુક્રવાર વૈશાખ વદ તેરશઃ શિવરાત્રિ નક્ષત્રઃ ભરણી. આજે રાતના ર૩.૦૧ સુધી જન્મેલાંની રાશિઃ મેષ. તે પછી વૃષભ.

તા.૦૪-૦૬-ર૦૧૬ શનિવાર વૈશાખ વદ ચૌદશઃ દર્શ અમાવસ્યા. શનેશ્વર જયંતી. વટ સાવિત્રી વ્રત (અમાસ પક્ષ) અત્વાધાન ભાવુકા અમાસ. સ્થિરયોગ સૂર્યોદયથી ૧૧.પ૦ અમૃત સિદ્ધિયોગ ૧પ.૦પથી સૂર્યોદય. નક્ષત્રઃ કૃતિકા. આજે જન્મેલાંની રાશિઃ વૃષભ.

શનૈશ્વર જયંતીઃ સૂર્યપુત્ર શનિદેવની આજે જયંતી છે. તેઓ ન્યાયના દેવતા છે. તેમને તેમના પિતા સાથે બહુ બનતું નહોતું. જે કોઇ ભકત હનુમાનજીનાં દર્શન કરી શનિદેવના દર્શન કરે તેને પનોતી બહુ નડતી નથી. શનિદેવ ભગવાન શંકરના પરમ પ્રિય શિષ્ય છે. શનિદેવના પરમ મિત્ર હનુમાનજી તથા કાળભૈરવ છે. શનિદેવનો રંગ કાળો છે. તેમને ચાર હાથ છે. તે કાળી વસ્તુઓના સ્વામી છે. તેઓ કાળાં વસ્ત્ર જ પહેરે છે. કાળા અડદ તેમને ભાવતું ભોજન છે અડદના બાકળા તેમને ખૂબ પ્રિય છે. ભકતો તેમના ઉપર અડદ તથા તેલ ચડાવે છે. આમ કરવાથી શનિદેવ જલદી પ્રસન્ન થાય છે.

તા.૦પ-૦૬-ર૦૧૬ રવિવાર વૈશાખ વદ અમાસઃ સુદ એકમ ક્ષયતિથિ ઇષ્ટિ. કરિદિન. ગંગા દશહરા. આરંભ. ઘનિષ્ઠા મડાપંચક સમાપ્ત ૧ર.૩૬. રોહિણી. રાજયોગ ર૯.૩પથી સૂર્યોદય. નક્ષત્રઃ રોહિણી આજે રાતના ર૩.ર૮ સુધી જન્મેલાંની રાશિઃ વૃષભ. તે પછી મિથુન.

You might also like