સપ્તાહનાં વ્રતવિધાન

તા.૧૧-૦૪-ર૦૧૬ સોમવાર ચૈત્ર સુદ પાંચમઃ શ્રીપંચમી હયવ્રત અનંત નાગપંચમી, કલ્પાદિ,રોહિણી, કુમારયોગ સૂર્યોદયથી ૧૬-રર સુધી. રવિયોગ પ્રારંભ ૧૬.૧ર. અમૃતસિદ્ધિ યોગ ૧૬.૧રથી સૂર્યોદય સુધી વિષયોગ ર૪.ર૮થી સૂર્યોદય સુધી. નક્ષત્ર રોહિણી. આજે રાતના ર૭.ર૯ સુધી જન્મેલાંની રાશિઃ વૃષભ, તે પછી મિથુન.
તા.૧ર-૦૪-ર૦૧૬ મંગળવાર ચૈત્ર સુદ છઠઃ સ્કંદ ષષ્ઠી. સૂર્ય ષષ્ઠી, અશોક ષષ્ઠી. રવિયોગ સ.૧૪.પપ. યમઘંટયોગ ૧૪.પપથી સૂર્યોદય સુધી. નક્ષત્રઃ મૃગશીર્ષ. આજે જન્મેલાંની રાશિઃ મિથુન.
તા.૧૩-૦૪-ર૦૧૬ બુધવાર ચૈત્ર સુદ સાતમઃ વાસંતિક દુર્ગાપૂજા. સૂર્યનો અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ, મેષ રાશિમાં પ્રવેશ ૧૯.૪૬ મુ.૪પ સમર્ધ સક્રાંતિ પુણ્યકાળ, મધ્યાહનથી સૂર્યાસ્ત સુધી. વૈશાખી (પંજાબ) નક્ષત્રઃ અાર્દ્રા. આજે જન્મેલાંની રાશિઃ મિથુન.
તા.૧૪-૦૪-ર૦૧૬ ગુરુવાર ચૈત્ર સુદ આઠમઃ દુર્ગાષ્ટમી. ભવાની પ્રાગટ્ય, અશોક કલિકાપ્રાશન. આયંબિલ ઓળી અને અઠ્ઠાઇનો પ્રારંભ (જૈન) આદર (પારસી.૦૯) બાબાસાહેબ આંબેડકર જયંતી. વૈશાખી (બંગાળ) ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ ૧૬.૩૬થી સૂર્યોદય,વિષયોગ ર૧.ર૯થી સૂર્યોદય. સિદ્ધિયોગ સ.૧૪.૩૬. નક્ષત્ર પુનર્વસુ. આજે સવારના ૮-૩૦ સુુધી જન્મેલાંની રાશિઃ મિથુન તે પછી જન્મેલાંની રાશિઃ કર્ક.
તા.૧પ-૦૪-ર૦૧૬ શુક્રવાર ચૈત્ર સુદ નોમઃ શ્રીરામનવમી ચૈત્રી નવરાત્રિ સમાપ્ત. શ્રી સહજાનંદ સ્વામી જયંતી. મૃત્યુયોગ અને રવિયોગ ૧પ.૩૬થી જ્વાળામુખી યોગ પ્રારંભ રર.૦૩થી નક્ષત્રઃ પુષ્ય. આજે જન્મેલાંની રાશિ કર્ક.
શ્રી રામનવમીઃ ભગવાન શ્રીરામનો જન્મ જગતનાં દુઃખ દૂર કરવા અયોધ્યાપતિ. રાજા દશરથને ત્યાં ચૈત્ર સુદ નોમે થયો હતો. ભગવાન વિષ્ણુના આ અવતારે અનેક રાક્ષસો સહિત રાવણનો પણ વધ કર્યો હતો.
તા.૧૬-૦૪-ર૦૧૬ શનિવાર ચૈત્ર સુદ દશમઃ ધર્મરાજ દશમી. શ્રી વૈષ્ણોદેવી વર્ષગાંઠ (એસજી હાઇ વે) રવિયોગ અહોરાત્ર. જ્વાળામુખી યોગ ૧૭.૧૭ વ્યતીપાત. મહાપાત ૧૯.૩૭થી ર૬.૩ર નક્ષત્રઃ આશ્લેષા આજે સાંજના ૧૭.૧૭ સુધી જન્મેલાંની રાશિઃ કર્ક તે પછી સિંહ.
તા.૧૭-૦૪-ર૦૧૬ રવિવાર ચૈત્ર સુદ અગિયારશઃ કામદા એકાદશી (લવિંગ) વલ્લભાચાર્ય વધાઇ. રાજયોગ અને દગ્ધયોગ રપ.૦૭થી સૂર્યોદય સુધી. રવિયોગ સમાપ્ત ૧૯.૩૩ યમઘંટ યોગ સ.૧૯.૩૩ મંગળ વક્રી ૧૭.૪૩ દોલોત્સવ નક્ષત્રઃ મઘા. આજે જન્મેલાંની રાશિઃ સિંહ.

You might also like