સપ્તાહનાં વ્રતવિધાન

ર૨-૦૮-ર૦૧૬ સોમવાર ઃશ્રાવણ વદઃ પાંચમ ઃ નાગપાંચમ, શિવ પૂજન. શિવમુષ્ટિ (મગ) પંચક સ. ૧૬-પ૮, કુમારયોગ પ્રા. ૧૬-પ૮, નક્ષત્ર ઃ રેવતી, આજે સાંજના ૧૬-પ૮ સુધી જન્મેલાં બાળકની રાશિ મીન. તે પછી જન્મેલાં બાળકની રાશિ : મેષ.
ર૩-૦૮-ર૦૧૬ મંગળવારઃ શ્રાવણ વદ છઠઃ રાંધણ છઠ, ભારતીય ભાદ્રપદ માસારંભ. હળષષ્ઠી, રાજયોગ પ્રા. ર૪-૩૯. કુમારયોગ સ. ૧પ-૧૩, અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી ૧પ-૧૩ સુધી. રવિયોગ પ્રા.૧પ-૧૩ થી વ્યતીપાત મહાપાત ૧૯-૪૮થી ર૬-૧૧. નક્ષત્ર અશ્વિની. આજે જન્મેલાંની રાશિ ઃ મેષ.
ર૪-૦૮-ર૦૧૬ બુધવાર શ્રાવણ વદ સાતમઃ શીતળા સાતમ. રાજયોગ રવિયોગ સમાપ્ત બપોરના ૧૩-૧૪ કલાકે. સિદ્ધિયોગ ૧૩-૧૪ થી સૂર્યોદય. જ્વાળામુખીયોગ પ્રા.રર-૧૭થી. નક્ષત્રઃ ભરણી. આજે સાંજના ૧૯-૧૦ સુધી જન્મેલાંની રાશિઃ મેષ તે પછી વૃષભ.
તા.રપ-૦૮-ર૦૧૬, ગુરુવાર શ્રાવણ વદ, આઠમ : જન્માષ્ટમી, કાલાષ્ટમી, મન્વાદિ. શ્રીકૃષ્ણ જયંતી. સ્થિરયોગ. યમઘંટયોગ સૂર્યોદયથી ૧ર-૦૬ સુધી જ્વાળામુખીયોગ સ. ૧ર-૦૬ કલાકે પુનઃ પ્રા. ર૦-૦૮ થી શુક્ર કન્યામાં ૧૧-પ૩ કલાકે. નક્ષત્ર ઃ કૃતિકા. આજે જન્મેલાં બાળકોની રાશિ: વૃષભ. જન્માષ્ટમીઃ શ્રીકૃષ્ણ જયંતી એટલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી કહેવાય છે. તેનું બીજું નામ કાલાષ્ટમી પણ છે. આજથી લગભગ પ૦પર વર્ષ પહેલાં ભગવાન વિષ્ણુએ દેવકી વસુદેવને આપેલાં વરદાન મુજબ દેવકીના પેટે અસુરોનો નાશ કરવા જન્મ લઇશ. તે વરદાન પૂર્ણ કરવા દેવકીના પેટે તેમના આઠમા અવતાર તરીકે જન્મ લઇ દેવકી વસુદેવનું વરદાન પૂર્ણ કરી ધર્મનું રક્ષણ કરી અસુરોનો નાશ કર્યો હતો. તેઓ ૧રપ વર્ષની યુવાન વયે સ્વધામ પધાર્યા હતા.
તા.ર૬-૦૮-ર૦૧૬, શુક્રવાર શ્રાવણ વદ નોમઃ રોહિણી, નંદ મહોત્સવ. ગોપાલ કાળા, યમઘંટયોગ સૂર્યોદયથી ૧૦-પર જ્વાળામુુખીયોગ. સમાપ્ત ૧૦-પર કલાકે નક્ષત્ર: રોહિણી. આજે રાતના રર-ર૧ સુધી જન્મેલાંની રાશિ : વૃષભ તે પછી મિથુન.
ર૭-૦૮-ર૦૧૬, શનિવાર શ્રાવણ વદ દશમઃ નક્ષત્ર : મૃગશીર્ષ. આજે જન્મેલાંની રાશિ: મિથુન.
ર૮-૦૮-ર૦૧૧, રવિવાર: શ્રાવણ વદઃ અગિયારશ: અજા એકાદશી (ખારેક) વ્યતીપાત પ્રા.૧ર-પ૧, દગ્ધયોગ ૧પ-રર થી સૂર્યોદય સુધી નક્ષત્ર: આદ્રા આજે રાતના ર૭-૦પ સુધી જન્મેલાંની રાશિ: મિથુન. તે પછી કર્ક.

You might also like