સપ્તાહનાં વ્રતવિધાન

તા.૧૮-૦૭-ર૦૧૬ સોમવાર અષાઢ સુદ ચૌદશઃ શિવ શયનોત્સવ, ચૌમાસી ચૌદશ (જૈન) વૈદ્યૃતિ પ્રા.૧૭.૧ર. રવિયોગ સમાપ્ત ૧પ.૪૩ કલાકે. નક્ષત્રઃ મૂળ રાશિઃ ધન.
તા.૧૯-૦૭-ર૦૧૬ મંગળવાર અષાઢ સુદ પૂનમઃ ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા. કોકિલા વ્રતારંભ. વાલ્મીકિ નગરયાત્રા. અમરનાથયાત્રા, અન્વાધાન. સંન્યાસીના ચાતુર્માસ. મન્વાદિ મોળાકત અને ગૌરીવ્રતનું જાગરણ. વૈદ્યૃતિ સ.૧૬.૧૪. સૂર્ય પુષ્ય નક્ષત્રમાં રર.૦૬ કલાકે. વાહન મોર. ચં.ચં. સ્ત્રી. પુ. રાજયોગ સૂર્યોદયથી ૧પ.૪૮. વજ્રમુશળયોગ ૧પ.૪૮થી સૂર્યોદય સુધી.નક્ષત્રઃ પૂર્વષાઢા આજે રાતના ર૧.પ૩ સુધી જન્મેલાંની રાશિઃ ધન તે પછી મકર.
ગુરુ પૂર્ણિમાઃ આપણા હિંદુ ધર્મમાં ગુરુનું મહત્ત્વ ભગવાન કરતાં પણ વિશેષ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુ તથા ભગવાન બંને સાથે ઊભા હોય તો શ્રદ્ધાળુુએ પહેલાં ગુરુના પગ પકડવા જોઇએ, કારણ કે ભગવાનની ઓળખ કરાવનાર ગુરુ જ કહેવાય છે.
તા.ર૦-૭-ર૦૧૬ બુધવાર અષાઢ વદ એકમઃ ઇષ્ટિ. મોળાક્ત અને ગૌરીવ્રતનાં પારણાં. કુમારયોગ ૧૬.૦૪થી ર૭.૪પ. નક્ષત્રઃ ઉ.ષાઢા. આજે જન્મેલાં બાળકોની રાશિઃ મકર.
તા.ર૧-૦૭-ર૦૧૬ ગુરુવાર અષાઢ વદ બીજઃ અશૂન્ય શયનવ્રત હિંડોળા પ્રારંભ. જયા પાર્વતી વ્રતનું જાગરણ (ગુજરાત) પંચક પ્રા.ર૭.૪૧, નક્ષત્રઃ શ્રવણ. આજે જન્મેલાંની રાશિઃ મકર. આજે રાતના ર૭.૪૧ પછી જન્મેલાં બાળકોની રાશિઃકુંભ
તા.રર-૦૭-ર૦૧૬ શુક્રવાર અષાઢ વદ ત્રીજઃ જયા પાર્વતી વ્રતનાં પારણાં. પંચક. રાજયોગ સૂર્યોદયથી ૧પ.રપ સાયન સૂર્ય સિંહમાં ૧પ.૦૧ નક્ષત્રઃ ઘનિષ્ઠા. આજે જન્મેલાં બાળકોની રાશિઃ કુંભ.
તા.ર૩-૦૭-ર૦૧૬ શનિવાર અષાઢ વદ ચોથઃ ભારતીય શ્રાવણ માસારંભ સંકટ ચતુર્થી ચંદ્રોદય ર૧.પ૯, પંચક. સ્થિરયોગ સૂર્યોદયથી ૧૪.૩૮ નક્ષત્રઃશતતારા. આજે જન્મેલાં બાળકોની રાશિઃ કુંભ.
તા.ર૪-૦૭-ર૦૧૬ રવિવાર અષાઢ વદ પાંચમઃ પંચક નક્ષત્રઃ પૂર્વા ભાદ્રપદ. આજે સવારના ૦૭.પ૩ સુધી જન્મેલાંની રાશિઃ કુંભ. તે પછી જન્મે તેમની રાશિઃ મીન.

You might also like