કરવા ચોથ વ્રતનો શો ફાયદો, પુરુષોને લાંબી ઉંમરની જરૂર નથીઃ ટ્વિંકલ

મુંબઇઃ થોડા સમય પહેલાં પોતના પુસ્તક “મિસિસ ફની બોન્સ” લખીને પ્રશંસા મેળવનાર તેમજ ટ્વિટર પર સતત સક્રિય રહીને ચર્ચામાં રહેનાર પૂર્વ બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાઅે કરવા ચોથના દિવસે એક ટ્વિટ કર્યું જે ફરી એકવાર ચર્ચાઅોમાં લઈ અાવ્યું છે.

ટ્વિંકલના જણાવ્યા મુજબ કરવા ચોથનું વ્રત રાખવાનો કોઈ ફાયદો નથી. બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારની પત્ની ટ્વિંકલે ટ્વિટ કર્યું કે અાજકાલ ૪૦ની ઉંમર સુધી અાવતા-અાવતાં બની શકે કે તમે બીજાં લગ્ન કરવા જઈ રહ્યાં છો. હવે પુરુષોને અાટલી લાંબી ઉંમરની જરૂર નથી. ટ્વિંકલનું અા ટ્વિટ વાંચીને લોકોઅે સવાલો પૂછ્યા કે કરવા ચોથનું વ્રત ન રાખનાર પત્નીનો પતિ વહેલાં મૃત્યુ પામશે. અાશાવાદી અને સકારાત્મક િવચારોનું અાપણામાં અભાવ છે. પોતાના જમાનાના સુપર સ્ટાર રહી ચૂકેલા રાજેશ ખન્ના તથા અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વિંકલ ખન્નાઅે કહ્યું કે અા પણ એક શક્યતા છે. તેથી મેં લાંબી ઉંમરના અાંકડા ચેક કર્યા. ૧૦૦ દેશ અેવા છે જ્યાં સ્ત્રીઅો કોઈ વ્રત રાખતી નથી અને તે દેશના પુરુષો ભારતીય પુરુષો કરતાં વધુ જીવે છે. ટ્વિંકલ અને અક્ષયનાં લગ્નને લગભગ ૧૬ વર્ષ થઈ ચૂક્યાં છે.

માત્ર મહિલાઅોનાં વ્રત રાખવાથી બિગ બી નિરાશ
અમિતાભ બચ્ચન કરવા ચોથ પર માત્ર મહિલાઅોના વ્રત રાખવાના લીધે vfરાશ છે. તેમણે કહ્યું કે પતિઅોઅે અાવા રીત રિવાજોથી પસાર થવું પડતું નથી. અભિનેતાઅે બ્લોગમાં લખ્યું છે કે કરવા ચોથ પર હું તમામને શુભેચ્છાઅો પાઠવું છું. ખાસ કરીને જે મહિલાઅો નિર્જળા વ્રત રાખે છે અને ચાંદ જોઈને અન્ન ગ્રહણ કરે છે. અા બધું પોતાના પતિની લાંબી ઉંમર માટે? કેટલીક પરંપરાઅો ક્યારેય ખતમ થતી નથી.

You might also like