રાજસ્થાન અને ઝારખંડમાં ભાજપનો ડંકો : યુપીમાં સિબ્બલની જીત

નવી દિલ્હી : સાત રાજ્યસભાની 27 સીટો પર આજે મતદાન થયું હતું. જેમાં હાલની 57 રાજ્યસભા સીટોમાંથી 30 સીટોનું મતદાન વગર જ નિર્ણય થઇ ચુક્યો છે. યૂપીમાંથી સમાજવાદી પાર્ટી તમામ 7 ઉમેદવારો ચૂંટણી જીતી ચુક્યા છે. ઉતરાખંડમાંથી કોંગ્રેસનાં ઉમેદવાર પ્રદીપ ટમ્મટા ચુંટણી જીતી ચુક્યા છે. બીજી તરફ રાજસ્થાનથી રાજ્યસભાની ચારેય સીટો પર ભાજપે જીતી લીધી હતી. કેન્દ્રીય મંત્રી વૈંકેયા નાયડૂ, ભાજપ ઉમેદવારનાં સ્વરૂપે પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તર પ્રદેશનાં પ્રભારી ઓમ પ્રકાશ માથુર, ડુંગરપુરમાં રાજા હર્ષવર્ધન સિંહ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સેવાનિવૃત પ્રબંધક રામ કુમાર વર્મા ચૂંટણી જીતી ગયા છે.
અપક્ષ મેદાનમાં ઉતરેલા કમલ મોરારકાની હાર થઇ હતી. મોરારકાને કોંગ્રેસનું સમર્થન હોવાનો ક્યાસ લગાડવામાં આવી રહ્યો હતો. બીજી તરફ હરિયાણામાં રાજ્યસભા ચૂંટણીમાં વોટિંગ મુદ્દે કેટલીક પાર્ટીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. હરિયાણાનાં સંસદીય કાર્યમંત્રી રામબિલાસ શર્માએ જણાવ્યું કે 16 ઓબ્જેક્શન આવ્યા છે. જે અંગે ચૂંટણી અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે. આ વિરોધ ભાજપ અને કોંગ્રેસનાં સભ્યો દ્વારા ઉઠાવવામાં આવી છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ક્રોવોટિંગનાં મુદ્દે હોબાળો થયો. સમાજવાદી પાર્ટીનાં ધારાસભ્યએ ગુડ્ડુ પંડિત પર ક્રોસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો ત્યાર બાદ વિધાનસભામાં હોબાળો ચાલુ થઇ ગયો. વોટિંગ દરમિયાન સપા ધારાસભ્ય હાજી જમીરુલ્લાહ ખાન અને ભાજપનાં ધારાસભ્ય રધુનંદન સિંહ ભદોરિયાની વચ્ચે તુતુ મેમે થઇગઇ હતી. જો કે ત્યાર બાદ સમાધાન થઇ ગયું હતું. ઝારખંડમાં ત્રણ ધારાસભ્યોની વિરુદ્ધ ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. વિશનપુરનાં ઝામુમો ધારાસભ્ય ચમરા લિંડા, બડકાગામનાં કોંગ્રેસનાં નિર્મલા દેવી અને પાંકિથી કોંગ્રેસનાં દેવેન્દ્ર સિંહની વિરુદ્ધ વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા અજય કુમારે ક્યું કે રાજકીય કાવત્રું છે. જેનાં પગલે આ લોકો મતદાન ન કરી શકે. કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે.

You might also like