રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન, જાણો, કોની જીત છે નિશ્વિત ?

નવી દિલ્હી: દેશના 14માં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. નવા રાષ્ટ્રપતિને લઇ સોમવારે ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષના ઉમેદવાર તરીકે મીરા કુમાર મેદાને છે.

ચૂંટણીપંચે સોમવારે થનાર મતદાનને લઇ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અહીં સંસદ ભવન સિવાય દરેક રાજ્યની વિધાનસભાઓમાં સવારે 10.00 કલાકથી સાંજે 5.00 કલાક સુધી મતદાન થશે. સંસદના બન્ને સદનોમાં જ્યાં સાંસદોના વોટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે રાજ્ય વિધાનસભાઓમાં ત્યાંના નિર્વાચિત સદસ્ય વોટ આપશે.

ચૂંટણીપંચે કરી આ ખાસ તૈયારીઓ

ચૂંટણીપંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંસદ ભવનના રૂમ સંખ્યા-62માં મતદાન કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં વિભિન્ન રાજ્યોમાં પસંદ કરી સાંસદો માટે અલગ-અલગ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી અને આ સાંસદો નક્કી કરેલા ટેબલ પર જઇ મતદાન કરશે. અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ટેબલ સંખ્યા-6 પર મતદાન કરશે.

કારણ કે ત્રણેય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું કે સંસદ ભવનમાં કુલ છ ટેબલ પર મતદાન થશે. ત્યારે જે ધારાસભ્યોએ દિલ્હીમાં મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે, તેઓ ટેબલ સંખ્યા-1 પર પોતાનો મત આપશે.

લીલા અને ગુલાબી બેલેટ પેપર પર કરશે મતદાન

આ ચૂંટણીમાં લીલા અને ગુલાબી રંગના બે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં લીલા રંગનો બેલેટ સાંસદો, જ્યારે ગુલાબી બેલેટ ધારાસભ્યો માટે હશે. અહીં પર મતદાર યાદીમાં બે ઉમેદવારના નામ હશે, પહેલા નંબર પર મીરાકુમાર અને બીજા નંબર પર રામનાથ કોવિંદનું નામ હશે. અહીં વાત એ જણાવવાની છે કે બેલેટ પેપરમાં ઉમેદવારોના નામ હિન્દી મૂળાક્ષરોના આધારે નક્કી કરાશે.

જાંબલી રંગની પેનનો થશે ઉપયોગ

આ ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યો પોતાની પેનનો ઉપયોગ નહીં કરે, પરંતુ ખાસરીતે ડિઝાઇન કરાયેલ જાંબલી રંગની પેનનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચે સ્પષ્ટ કહ્યું છે કે, જો કોઇ બીજી પેનથી મતદાન કરશે, તો તે અમાન્ય ગણાવી દેવાશે.

એરોપ્લેનથી દિલ્હી લઇ જવાશે બેલેટ બોક્સ

ચૂંટણીપંચે દરેક રાજ્યો પાસેથી મત પેટી અથવા બેલેટ બોક્સને દિલ્હી લાવવા માટેની ખાસ તૈયારી કરી છે. આ બેલેટ બોક્સ સંબંધિત રાજ્યનું રિટર્નિગ ઓફિસર અને સુરક્ષા વચ્ચે એરોપ્લેનની સીટ પર રાખી દિલ્હી લાવવામાં આવશે.

અહીં મહત્વની વાત એ છે કે, યાત્રીઓની જેમ બેલેટ બોક્સ માટે પણ એરોપ્લેનની ટિકીટ લેવામાં આવશે. જ્યારબાદ 20 જૂલાઇએ દિલ્હીમાં દરેક મતની ગણતરી થશે અને તેજ દિવસે સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે.

કોવિંદની જીત છે નિશ્વિત !
જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઇના રોજ પુરો થઇ રહ્યો છે. જેના બીજા દિવસે એટલે 25 જુલાઇના રોજ નવા રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરશે. રાજનીતિ સમીકરણના આધારે આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદની જીત પાક્કી માનવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સામેલ બન્ને ઉમેદવાર રામનાથ કોવિંદ અને મીરા કુમાર દલિત સમાજમાંથી આવે છે અને તેમને દેશભરમાં આટાં-ફેરા મારી સમર્થન મેળવવા માટે કઠોર મહેનત કરી છે. આંકડાઓની વાત કરવામાં આવે તો બિહારના પૂર્વ રાજ્યપાલ કોવિંદની દાવેદારી મજબૂત દેખાઇ આવે છે, કારણ કે એનડીએ સિવાય જેડીયૂ અને બીજૂ જનતા દળ જેવા વિપક્ષી દળોનું પણ સમર્થન મળ્યું છે.

અહીં જેડીયૂની પાસે ચૂંટણી મંડળના કુલ 1.91 ટકા મત છે, જ્યારે બીજેડીની પાસે 2.99 ટકા મત છે. આ સિવાય તેલંગાણામાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિની પાસે 2 ટકા, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમના એક જૂથ 5.39 ટકા અને વાઇએસઆર કોંગ્રે 1.53 ટકાએ પણ કોવિંદના પક્ષમાં મતદાન કરવાની જાહેરાત કરી છે.

વિપક્ષમાં દેખાયો વિવાદ
કોવિંદને ઉમેદવાર બનાવવાની સાથે જ વિપક્ષી દળો વચ્ચે મતભેદ પણ ઉજાગર થયા હતા, કારણ કે જેડીયૂએ બિહારમાં પોતાના ઘટક દળો- કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળની વિરૂદ્દ જઇને કોવિંદને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. અહીં મીરા કુમારે કોંગ્રેસ સહિત 17 મુખ્ય વિપક્ષી દળોનું સમર્થન મેળવ્યું છે, જેમાં દિલ્હીમાં સત્તા ધરાવતી આમ આદમી પાર્ટી પણ સામેલ છે.

જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરેક સાંસદના વોટની વેલ્યૂ 708 છે, જ્યારે ધારાસભ્યોના વોટની વેલ્યૂ તેમના રાજ્યની વસ્તીના આધારે હશે, જેમ યૂપીના ધારાસભ્યોના વોટનું મૂલ્ય 208, અરૂણાચલ જેવા ઓછી વસ્તી ધરાવતા રાજ્યના ધારાસભ્યના વોટનું મૂલ્ય 8 બેઠક છે. આવામાં કોવિંદને ચૂંટણી મંડળના કુલ 10,98,903 મતો માંથી 63 ટકાથી વધુ મત મળવાની શક્યતાઓ છે.

જોકે અહીં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હજી સુધી કોઇ પાર્ટીએ વ્હિપ રજૂ નથી કર્યું. તેવામાં વિપક્ષી ઉમેદવાર લોકસભાના અઘ્યક્ષ મીરા કુમારે મતદાતાઓને પોતાના અંતરઆત્માની અવાજ સાંભળી મતદાન કરવાની અપી કરી છે.

You might also like